1. Home
  2. Tag "sonia gandhi"

હરિયાણા ચૂંટણીમાં હાર અંગે મલ્લિકાર્જુન ખડગેએ માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજકીય પંડિતોને ચોંકાવી દીધા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ ચૂંટણી હાર અંગે રિપોર્ટ મંગાવ્યો છે. જેના દ્વારા પાર્ટી તે કારણો […]

રાહુલ ગાંધીએ કેમ પરંપરાગત રાયબરેલી બેઠકથી સાંસદ રહેવાનું કર્યું, જાણો…

નવી દિલ્હીઃ આખરે રાહુલ ગાંધીએ કેરળની વાઈનાડ લોકસભા બેઠક છોડી દીધી છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી ઉત્તર ભારતમાં યુપીની રાયબરેલી બેઠક અને દક્ષિણ ભારતમાં કેરળની વાઇનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં બંને સીટ પરથી તેમનો વિજય થયો હતો. જોકે આ અગાઉ વર્ષ 2019 માં પણ રાહુલ ગાંધી  બે બેઠક પરથી લોકસભા […]

બાંગ્લાદેશના PM શેખ હસીનાએ સોનિયા ગાંધી અને તેમના પરિવારની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસિના ગઈકાલે નરેન્દ્ર મોદીના શપથવિધી સમારોહમાં હાજરી આપ્યા બાદ આજે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને મળ્યાં હતા. બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની બેઠક ચાલી હતી. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે બપોરે નવી દિલ્હીમાં બાંગ્લાદેશના વડા […]

સોનિયા ગાંધીની એક સલાહને પગલે ઈન્ડી ગઠબંધનના નેતાઓએ સરકાર બનાવવા વિચાર પડતો મુક્યો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એનડીએ તેમજ ઈન્ડિ એલાયન્સના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈન્ડિ એલાયન્સના નેતાઓ માત્ર તેમની લીડની જ ઉજવણી કરવાની સાથે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહ્યા હતા. તેમજ તેઓ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની તરફેણમાં લાવીને સમગ્ર રમતને બદલવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં ઈન્ડિ […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

શું અમેઠીની જેમ રાયબરેલી પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાંથી બાદ થઇ જશે ? કોંગ્રેસનો દાવ કેટલો સફળ રહેશે ?

રાયબરેલી, જે ઘણા દાયકાઓથી હાઈપ્રોફાઈલ સીટ રહી છે, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તેનાથી થોડે દૂર સ્થિત ગોપાલ સરસ્વતી વિદ્યા મંદિર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાજરીનું પ્રતિક છે. રતાપુર રોડ પર અટલ ભવન એ વિસ્તારમાં ભાજપના વધતા પ્રભાવ અને ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારના છેલ્લા ગઢમાં પ્રવેશ કરવાના પક્ષના પ્રયાસનું પ્રતીક છે. બદલાતા ચૂંટણી સમીકરણો છતાં, […]

સોનિયા ગાંધી-ખડગે સૌથી વધુ કોમવાદી, ભાજપમાં જોડાનાર બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનિલ શર્માનો આરોપ

નવી દિલ્હી: બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા અનિલ શર્મા ગુરુવારે ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ કોમવાદી પાર્ટી બની ચુકી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂ ખડગે અને સોનિયા ગાંધી સૌથી વધુ કોમવાદી લોકોની કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં ભાજપના […]

રાહુલ ગાંધીના પ્રેમિકા સાથે લગ્ન થઈ શક્યા નહીં, રાજનીતિમાં બળજબરીથી ધકેલાયા!, કંગના રનૌતનો કોંગ્રેસના નેતા પર વાકપ્રહાર

મંડી: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર જોરદાર વાકપ્રહાર કર્યો છે. તેની સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીને લઈને પણ ટીપ્પણી કરી છે. કંગના રનૌતે ગાંધી પરિવારના બંને નેતાઓને પરિસ્થિતિના માર્યા ગણાવ્યા છે. તેમમે આ બધાં માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના મતા અને કોંગ્રેસના […]

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

રાયબરેલી લોકસભા બેઠક : ગાંધી ફેમિલીની પરંપરાગત બેઠક પર ફિરોઝ ગાંધીથી લઈને ઈન્દિરા ગાંધી સુધીના સદસ્યો બન્યા સાંસદ, બ્રાહ્મણ-રાજપૂતનું વર્ચસ્વ

ઉત્તરપ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ છે. આ બેઠક પર માત્ર 3 વખત બિનકોંગ્રેસી ઉમેદવારને જીત મળી છે. આ બેઠક પર ગાંધી પરિવારનો દબદબો છે. ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી અને સોનિયા ગાંધીએ સસંસદમાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કર્યું છે. ગત 20 વર્ષોથી સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે. ઉમેદવાર કોણ બનશે- યુપીમાં ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code