1. Home
  2. Tag "ST bus stand"

ગુજરાતમાં આજે તમામ એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં ‘સફાઈ અભિયાન કરાશે

ગાંધીનગરઃ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે આવતીકાલ તા.15 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યભરના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં આવેલા ‘બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન’માં ‘સફાઈ અભિયાન’ હાથ ધરવામાં આવશે. આ અભિયાનમાં તમામ  જિલ્લા કચેરીઓ, નગરપાલિકાઓ, તાલુકા કચેરીઓ, ગ્રામ પંચાયત, શૈક્ષણિક સંસ્થાઓ,બોર્ડ, નિગમો, સ્વાયત સંસ્થાઓ તેમજ પોતાના વિસ્તારમાં યોજાનાર સફાઈ અભિયાનમાં સહભાગી […]

રાજકોટમાં નવા બનેલા એસટી બસ સ્ટેન્ડનું શનિવારે હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરશે

રાજકોટઃ શહેરમાં  ઢેબર રોડ પર એસટી બસ સ્ટેન્ડ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવમાં આવી રહ્યા છે. જેમાં રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. જોકે, લોકાર્પણનો કાર્યક્રમ રાજકીય નેતાઓની તારીખ ન મળવાને કારણે યોજી શકાતો નહતો. ત્યારબાદ મંત્રી હર્ષ સંઘવીનો સમય મળતા હવે તેમના […]

શંખેશ્વરમાં લાખો પ્રવાસીઓની અવર-જવર છતાં એસટી બસ સ્ટેન્ડમાં પુરતી સુવિધા નથી,

શંખેશ્વરઃ જૈનોનું સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાટણ જિલ્લાના શંખેશ્વરમાં આવેલું છે. વર્ષે દહાડે લાખો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. શંખેશ્વરમાં બસ સ્ટેન્ડ તો છે, પણ પાયાની સુવિધાઓ જ નથી. બસ સ્ટેન્ડમાં આવતા યાત્રિકોને જો બાથરુમ જવું હોય તો પણ ખુલ્લામાં જવું પડે છે. એસટી બસ સ્ટેન્ડમાં પીવાના પાણી કે બેસવા માટે બાકડાંની સુવિધા પણ નથી. બસ […]

ભાવનગરમાં એરપોર્ટ જેવું એસટી બસ સ્ટેન્ડ બનાવ્યા બાદ પ્રવાસીઓની મુશ્કેલી વધી

ભાવનગરઃ રાજ્યના એસ.ટી. બસસ્ટેન્ડોનું નવ નિર્માણ કરી એરપોર્ટ જેવા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગરના સેન્ટ્રલ એસ.ટી. બસસ્ટેન્ડનું પણ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયુ હતુ અને મુસાફરોને એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાવનગરનું નવ નિર્મિત એસટી બસ સ્ટેન્ડ પ્રવાસીઓને સુવિધાને બદલે દુવિધા ઊભી કરી છે. […]

પાટડીમાં 1996માં બનેલું ST બસ સ્ટેન્ડ તકેદારીના અભાવે ઢોરવાડો બન્યુ, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા તાલુકાનું મુખ્ય મથક પાટડી છે, રોજબરોજ અનેક લોકો હટાણું કરવા માટે પાટડીની મુલાકાતે આવતા હોય છે. ત્યારે પાટડીના એસટી બસ સ્ટેશનની ખંડેર જેવી હાલત છે. સને 1996માં તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના વરદ હસ્તે પાટડી બેચરાજી રોડ પર વેલનાથ નગર સામેં અદ્યતન બસસ્ટેન્ડનું દબદબાભેર ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ બસસ્ટેન્ડ ગામથી […]

પાલનપુરમાં એસટી બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવા સામે વિરોધ,

પાલનપુરઃ  બનાસકાંઠાના જિલ્લા મથક ગણાતા પાલનપુરમાં અદ્યત્તન એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. નવું બસ સ્ટેશન કાર્યરત થયા બાદ બસ સ્ટેશનમાં આવતા પ્રવાસીઓના ખાનગી ટુ વ્હીલર્સ અને ફોરવ્હીલર પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવતો હોવાથી તેનો વિરોધ થઈ રહ્યો છે. અને વેપારીઓ, ગ્રાહકો સહિત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓ દ્વારા બસ પોર્ટના […]

પાટડીમાં ‘ કેસરિયા ’ ST બસ સ્ટેન્ડ તો બનાવ્યું પણ નિગમની મંજુરીના અભાવે ઉપયોગ કરાતો નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી શહેરના  ચાર રસ્તા પર બનાવાયેલા એસટી બસસ્ટેન્ડના પ્રશ્ને  વિવાદ સર્જાયો છે. એસટી બસસ્ટેન્ડના લોકાર્પણને એક અઠવાડિયાનો સમય વિતવા છતાં એસટી નિગમ દ્વારા બસ પસાર કરવા ખાતાકીય મંજૂરી આપવામાં આવી નથી. જેમાં તંત્ર દ્વારા માત્ર કમ્પાઉન્ડને મંજૂરી આપવામાં આવી હતી. પણ બિલ્ડીંગનો ઉપયોગ કરવા મંજૂરી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી શહેરના […]

જૈન તીર્થ શંખેશ્વરમાં ચાર વખત ખાતમુહૂર્ત છતાં 15 વર્ષથી નથી બન્યું નવું ST બસ સ્ટેન્ડ

શંખેશ્વરઃ  જૈન તીર્થ શંખેશ્વર બીજા નંબરનું પ્રસિદ્ધ જૈન તીર્થ ગણવામાં આવે છે. દરવર્ષે હજારો જૈન યાત્રિકો દેશ-વિદેશથી આવતા હોય છે. પરંતુ મુસાફરો માટે વર્ષોથી નવીન એસટી બસ સ્ટેન્ડની કામગીરી કરાતી નથી. આશ્વર્યની વાત તો એ છે. કે, ચાર વખત નવા બસ સ્ટેન્ડનું ખાત મુહૂર્ત થયું હોવા છતાંયે છેલ્લા 15 વર્ષથી નવું બસ સ્ટેન્ડ બની શક્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code