1. Home
  2. Tag "ST BUS"

ગુજરાતઃ ST બસની ટિકિટ હવે UPI મારફતે પણ બુક કરાવી શકાશે, STને નવી 40 બસ મળી

અમદાવાદઃ રાજ્યમાં પરિવહન સેવામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા એસટી બસના રૂટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં સમયાંતરે નવી બસો પણ એસટી વિભાગમાં જોડવામાં આવે છે. દરમિયાન આજે એસટી વિભાગને વધુ 40 નવી બસ મળી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી એક વર્ષમાં […]

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટીની 4500 બસો એક્સ્ટ્રા મુકાશે

અમદાવાદઃ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાયેલા હોવાથી ગામેગામથી શહેરોના પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો ઉમટી પડશે. ઉમદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી […]

દક્ષિણ ગુજરાતના માર્ગો ઉપર જોવા મળશે નવી એસટી બસ, નવસારીમાં 125 નવી બસનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 125 નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયના તમામ શહેરો અને અંતરિયાળ ગામોને પરિવહન સેવાથી સાંકળી લઇ તેમજ કોઇપણ ગામ પરિવહન સેવાથી વંચિત […]

રાજ્યના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા પ્રવાસીઓ માટે ST નિગમ દ્વારા વિશેષ આયોજન

અમદાવાદઃ ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC રાજ્યમાં દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરશે. ઉનાળુ વેકેશન દરમિયાન રાજ્યના વિવિધ સ્થળોએથી મુસાફરોની માંગણી ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સારી, ઝડપી અને સુરક્ષિત સેવાઓ પૂરી પાડવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર […]

ઉપલેટા નજીક એસટી બસ રિવર્સમાં લેતા પુલની દીવાલ તોડીને નાળામાં ખાબકતા રહી ગઈ

રાજકોટઃ ઉપલેટા નજીક આજે એસટી બસનો અકસ્માત સર્જાતા સદનસિબે રહી ગયો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી. […]

શહેરા તાલુકાના વલ્લભપુર ગામ પાસે એસટી બસમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામે  એક એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભારે અફરાતફરી મચી હતી. જોતજોતામાં સમગ્ર બસ આગની જ્વાળાઓમાં લપેટાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. એસટી બસમાં લાગેલા આગનું કારણ જાણવા મળ્યું નથી. ગોધરા એસટી ડેપોની એક એસટી બસ નંબર GJ 18 Z 2776 […]

દિવાળી એસટી નિગમને ફળી, પાંચ દિવસમાં સાત કરોડથી વધુની આવક

માર્ગો ઉપર 2300 બસો દોડાવાઈ 8 હજારથી વધારે ટ્રીયનું આયોજન લાખો પ્રવાસીઓએ કર્યો એસટીમાં પ્રવાસ અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે પોતાના ગામ તથા બહાર ગામ જવાનું પસંદ કરે છે. લોકોને પરિવહનની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ એટલે કે એસટી દ્વારા વિદેશ બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન સાત દિવસના […]

દિવાળીના તહેવારોમાં એસ.ટી.નિગમ 2300થી વધારે બસો માર્ગો ઉપર દોડાવાશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, તેમજ દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પસંદ કરે છે, દિવાળીના તહેવારમાં લોકોને પરિવહનની સમસ્યાનો સામનો ના કરતો પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દિવાળીના તહેવારોમાં 2300થી વધારે બસો રસ્તા ઉપર દોડાવવામાં આવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને […]

એસ ટી બસના 50 ટકા મુસાફરો ટિકિટ ઓનલાઈન બુક કરાવી રહ્યા છે, પણ તંત્રને કોઈ રસ નથી

અમદાવાદઃ ગુજરાતમાં મોબાઈલ અને કોમ્પ્યુટરના જમાનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધતુ જાય છે. હવે તો એસટી બસમાં પણ સરેરાશ 50 ટકા મુસાફરો ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવી રહ્યા છે. ટિકિટ બુક કર્યા પછી ડ્રાઇવર કે કન્ડક્ટરનો ફોન નંબર પણ ટિકિટમાં આપવામાં આવતો ન હોવાથી બસ સમયસર ન આવે અથવા તો કેન્સલ થાય તેવી સ્થિતિમાં મુસાફરો કલાકો સુધી રઝળપાટ […]

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની કોઈ સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે. એસટી બસ શરૂ કરવા માટે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ એસટી બસ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code