1. Home
  2. Tag "ST BUS"

વેરાવળમાં અપડાઉન કરતા વિદ્યાર્થીએ એસટી બસના પ્રશ્ને હોબાળો મચાવ્યો,

સોમનાથઃ વેરાવળ સોમનાથ પંથકમાં એસટી બસના અનિયમિત રૂટો અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસ સ્ટોપો ઉપર બસ ઊભી ન રહેતી હોવાને કારણે ભણવા માટે ગામડાંઓથી વેરાવળ આવતા અને રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તેથી વેરાવળ બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને એસટી બસોને ડેપોની પ્રવેશતી અટકાવવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્ટાફએ દોડી […]

અંબાજીઃ ભાદરવી પૂનમના મેળામાં એક હજાર એસટી બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ થઈ રહ્યાં છે. બીજી તરફ અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન અંબાજીના મેળાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા એક હજાર બસ દોડાવાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં […]

રાજકોટ ડિવિઝનની વિવિધ રૂટ્સની એસટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા 29 લોકો પકડાયાં

રાજકોટઃ એસટી બસમાં ટિકિટ લીધા વિના મુલાફરી કરનારા મુસાફરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનની જુદા જુદા રૂટ્સ પર દોડતી એસટી બસોમાં ટિકિટ લીધા વિના 29 મુસાફરોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ કમાણી કરી આપતા કમાઉ દિકરા સમાન રાજકોટ […]

તળાજા પથંકમાં એસટી બસની અપુરતી સુવિધાથી વિદ્યાર્થીઓ છકડા-રિક્ષામાં મુસાફરી કરવા મજબુર

ભાવનગરઃ આઝાદીના વર્ષો બાદ પણ ઘણાબધા ગામડાંમાં જાહેર પરિવહનની પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘણાબધા ગામોમાં એસટી બસની પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે છકડો-રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તાલુકાના ગાંમડામાં હાઈસ્કુલની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને તાલુકા મથકે ભણવા આવવું પડે છે. પરંતુ એસ ટી બસની કોઈ સુવિધા ન […]

અમદાવાદમાં લાલ દરવાજા નહેરૂબ્રીજ નજીક એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયો હતો. એક દંપતી એક્ટિવા પર સવાર થઈને લાલ દરવાજા તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું . જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં […]

ઉનાળાના વેકેશનને લીધે ST બસના ટ્રાફિકમાં વધારો, 11 દિવસમાં નિગમને 90.20 કરોડની આવક થઈ

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારોને કારણે ઘણાબધા લોકોએ પોતાના વાહનોને છોડીને એસટી બસમાં મુસાફરી કરવા લાગ્યા છે. સાથે જ ઉનાળાનું વેકેશન હોવાથી એસટી બસોના ટ્રાફિકમાં મોટો વધારો થયો છે. ગુજરાત ST નિગમને માત્ર 11 દિવસમાં 90.20 કરોડની આવક થઈ છે. 11 દિવસમાં 1.90 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. રાજ્યમાં ઉનાળું વેકેશન ઉપરાંત લગ્નગાળાની […]

અમદાવાદ-દીયોદર જતી એસ.ટી બસમાં મધરાતે ડીઝલ ખુટતા 40 મુસાફરો રઝળ્યાં

પાટણઃ એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે મધરાતે વેરાન રસ્તા પર બસ ઊભી રાખીને બસનો ડ્રાઈવર કહે કે, બસમાં ડિઝલ નથી. બસ હવે આગળ નહીં જાય ત્યારે પ્રવાસીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો.  જિલ્લાનાં સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવના રસ્તા પર મોડી રાત્રે પસાર થતી અમદાવાદ- દિયોદર […]

ગુજરાતઃ પ્રદુષણ અટકાવવા માટે એસટી નિગમ ઇ-બસની સાથે LNG બસ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)એક પાયલોટ પ્રોજેકટ હેઠળ ડિઝલ બસોને  એલએનજીમાં ટ્રાન્સફર કરવાની વિચારી રહી છે. તેમજ ત્રણેય બસ પણ એલએનજીમાં ફેરવવા માટે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગેઈલ)ને આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદુષણને અટકાવવા માટે એસટી નિગમ […]

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ, મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી, ટિકીટ 16 રૂપિયા

રાજકોટમાં એઈમ્સ સુધી એસ.ટી બસ સેવા શરૂ થઈ  મંત્રી અરવિંદ રૈયાણીએ બસને આપી લીલી ઝંડી  16 રૂપિયાના નજીવા ભાડામાં એઇમ્સ પહોંચી શકાશે રાજકોટ :કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને સૌપ્રથમ એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટમાં એઈમ્સ સુધી દર્દીઓ પહોંચી શકે તે માટે એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ બસને લીલી ઝંડી […]

ગુજરાત એસ.ટી.નિગમને હોળીના તહેવારમાં રૂ. 3.76 કરોડની આવક

અમદાવાદઃ હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન પાંચ દિવસના સમયગાળામાં એસટીને લગભગ 3.76 કરોડની આવક થઈ હતી. ગયા વર્ષે આ તહેવારમાં લગભગ બે કરોડની આવક થઈ હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં નોંધયાત્ર વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોળી અને દિવાળીના તહેવાર સમયે એસ.ટી.નિગમ વધારાની બસોનું સંચાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code