1. Home
  2. Tag "ST employees"

ગુજરાતના એસટીના કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે, સરકારે કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે અગાઉ રાજ્ય સરકારને રજુઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટી નિગમના કર્મચારીઓને પણ 42% મોંઘવારીનો લાભ આપવાની માંગણી સાથે કર્મચારીઓની સંકલન સમિતિએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. ઉપરાંત મોંઘવારી ભથ્થા સહિતની અન્ય માંગણીને લઈને વિરોધ કાર્યક્રમ પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. […]

એસટી કર્મચારીઓના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા વિના જ આંદોલન સમેટવાના નિર્ણય સામે અસંતોષ

અમદાવાદઃ રાજ્યના એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા હતા. અને 2જી નવેમ્બરથી માસ સીએલ પર જવાનું એલાન આપ્યું હતું પરંતુ તે પહેલા જ એસટીના ત્રણ યુનિયનો દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવી ગયો હતો. તેથી એસટી કર્મચારીઓનું આંદોલન સમેટવામાં આવ્યું છે, જો કે, એસટીના કર્મચારીઓના કહેવા મુજબ […]

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

રાજકોટઃ રાજયનાં એસ.ટી. કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉલેક માટે  ફરી એકવાર લડત શરૂ કરી છે.  સૌરાષ્ટ્ર વિવિધ એસટી ડેપો પર એસટી કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. ગુરૂવારે પણ રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિત રાજયભરમાં વિભાગીય કચેરીઓ સામે એસટી કર્મચારીઓએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જુનાગઢમાં પણ  એસટીની વિભાગીય કચેરી સામે […]

ગુજરાતમાં એસટીના કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો

ગાંધીનગરઃ ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને મોંધવારી ભથ્થામાં વધારો કરીને ચૂકવવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો […]

 એસટી નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું – રાજ્ય સરકારે GSRT નિગમ કર્મીઓને મળતા ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો

એસટી નિગમના કર્મીઓે હડતાળનો અંત કર્યો રાજ્ય સરકારે તેમની માગણી સ્વિકારી અમદાવાદઃ- એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર હતા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહોતું આવતું કર્મીઓએ  પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ  કરી હતી  ત્યારે હવે આંદોલનનો અંત આવ્યો છે. ગુજરાતમાં એસટી નિગનમા […]

ST કર્મચારીઓની દિવાળી સુધરી, ડ્રાઈવર-કંડક્ટરોના ગ્રેડ-પેમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓને આ મહિને પગાર વહેલો આપવાની જાહેરાત કરાયા બાદ હવે એસટીના કર્મચારીઓને ગ્રેડ-પેમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમે દિવાળી પર ડ્રાઈવરો-કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. જેમાં ડ્રાઈવરનો ગ્રેડ પે 1800ને બદલે 1900 અને કંડક્ટરનો ગ્રેડ પે 1650ને બદલે 1800 કરવાની મંજૂરી અપાઈ છે. […]

એસટી કર્મચારીઓને શનિવાર સુધીમાં ઓક્ટોબરનો પગાર ચુકવી દેવાશે, નિગમે લીધો નિર્ણય

અમદાવાદઃ દિવાલીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે તેના કર્મચારીઓને દિવાલી પહેલા ઓક્ટોબર મહિનાનો પગાર ચૂકવી દેવાની સુચના આપી છે. જ્યારે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગે પણ તેના કર્મચારીઓનો પગાર 30 ઓક્ટોબર સુધીમાં કરી દેવાનો આદેશ કર્યો છે. જોકે કર્મચારીઓને ઓવર ટાઇમ, લાઇન-નાઇટ, એલાઉન્સ સહિતનું ચુકવણું કરવાનું રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ […]

STના કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે 17મીથી આંદોલનના શ્રીગણેશ કરશે

અમદાવાદઃ ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી)ના કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ, એરિયર્સ, ઓવર ટાઈમ, સેટલમેન્ટના લાભ સહિત અન્ય પડતર માગણીઓ મુદ્દે  કર્મચારીઓ તા.27મી સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમો આપશે. અને 8મી ઓક્ટોમ્બરથી માસ સીએલ પર ઉતરશે. એસટી નિગમના કર્મચારીઓની માગણીને લઈ ત્રણેય યુનિયનો મેદાને ઊતર્યાં છે. કર્મચારીઓ પડતર માગણી સ્વીકારવામાં નહીં આવે તો 8 ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માસ […]

નવા મંત્રી મંડળના ગઠનને લીધે ST કર્મચારીઓના આંદોલનના કાર્યક્રમમાં ફેરફાર, હવે 8મીથી માસ સીએલ

રાજકોટઃ રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓના આંદોલન કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે 8મી ઓક્ટોબરથી માસ સીએલ પર ઉતરવા એલાન કરાયું છે. હાલ રાજ્યમાં નવા મંત્રી મંડળનું ગઠન અને અતિવૃષ્ટિના કારણે આંદોલનના સમયમાં ફેરફાર કરાયો છે. અગાઉ 22મીથી ડ્રાઈવર – કંડકટર સહિતના કર્મીઓ હડતાલ પર ઉતરવાના હતા. હવે આગામી તા. 8મી સપ્ટેમ્બરથી માસ સીએલ પર જશે. ગુજરાત રાજ્ય […]

એસટીના કર્મચારીઓના 18 જેટલા પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો 23મી સપ્ટેમ્બરથી આંદોલન કરાશે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના વિવિધ  18 પડતર પ્રશ્નો ન ઉકેલાય તો હવે આગામી તા. 23  સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી એસટી બસ હડતાલનું એલાન કર્મચારી મહામંડળ, ભારતીય મઝદુર સઘં (બીએમએસ) સહિતના નિગમના ત્રણેય માન્ય યુનિયનો  દ્વારા  આપવામાં આવ્યું છે. આંદોલનાત્મક કાર્યક્રમો તા. 16 સપ્ટેમ્બરથી શ કરાશે જેમાં વિવિધ કાર્યક્રમોના અંતે તા. 23મી સપ્ટેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code