કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એન્ડ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્પિટિટિવનેસ દ્વારા તૈયાર કરાયેલું વર્કિંગ પેપર બહાર પાડ્યું
દિલ્હી:”વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા જાન્યુઆરી 2020માં કોવિડ-19ને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો તેના કરતાં ઘણા સમય પહેલાં, આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે વિવિધ પાસાઓ પર સમર્પિત રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પ્રક્રિયાઓ અને માળખા અમલમાં મૂકવામાં આવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતે કોવિડ-19ના અસરકારક નિયંત્રણ માટે, એક સક્રિય, આગોતરી અને તબક્કાવાર રીતે ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’નો અભિગમ અપનાવ્યો છે […]