1. Home
  2. Tag "start"

ભારતીય રેલવેઃ વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ની શરુઆત

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા 03 નવેમ્બરથી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા 04 નવેમ્બથી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર 09015 વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 16:45 કલાકે વડનગર પહોંચશે. તેવી […]

દક્ષિણ ગુજરાતમાં શેરડીના પિલાણનો પ્રારંભ, લાભ પાંચમથી સુગર મિલો ધમધમવા લાગી

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં થતો હોવાથી બારડોલી સહિત અનેક સ્થલોએ સુગર મિલો આવેલી છે. દિવાળી બાદ લાભ પાંચમથી મોટાભાગની સુગર મિલોમાં પીલાણનું કામકાજ શરૂ થઈ ગયું છે. બારડોલી, મહુવા, સાયણ, કામરેજ સહિતની મિલોમાં શેરડી પીલાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. શેરડી અને ડાંગરનું […]

કાશ્મીરની સમસ્યા માટે જવાહરલાલ નેહરૂ જવાબદારઃ અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાઓનો ગુરૂવારે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે […]

ગુજરાત ભાજપ દ્વારા આજે પાંચ સ્થળોએથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે, 145 જાહેર સભાઓ યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે. જેમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. હવે આજે તા.12મી ઓકટોબરથી ભાજપે પાંચ સ્થળોએ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. અને તા. 20મી ઓકટોબર સુધી યોજાનારી ગૌરવ યાત્રામાં 145 જેટલી જાહેર સભાનું આયોજન કરવામાં […]

અમદાવાદમાં વેજલપુરના APMCથી મોટેરા સુધીની મેટ્રો ટ્રેનનો આજથી પ્રારંભ થશે

અમદાવાદઃ  શહેરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું રુટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ તા.30મી ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું હતુ.  ત્યારબાદ પ્રથમ રૂટ્સનો એક રૂટ વસ્ત્રાલથી થલતેજને 2જી ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો હતો. હવે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટનો આજે તા.  06 ઑક્ટોબરના રોજ પ્રારંભ કરવામાં આવશે. સૂત્રોના […]

આદ્યશક્તિ અંબાજીના દર્શન કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારાર્થે યુવા પરિવર્તન યાત્રાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં યુવા કોંગ્રેસ દ્વારા યાત્રાધામ અંબાજીથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે […]

ગુજરાતના કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે 22મીએ દિલ્હીમાં રેલી યોજશે, આજથી લડતનો પ્રારંભ

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના કર્મચારી મંડળોએ પડતર પર્શ્નો ઉકેલવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓએ સાતમા પગાર પંચના બાકી ભથ્થાં સહિતની 14 પડતર માગણી ઉકેલવામાં રાજ્ય સરકારની ઉદાસીનતાના વિરોધમાં 3થી 30મી સપ્ટેમ્બર સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. જે મુજબ આજે […]

ગુવાહાટીમાં 27મી ઓગસ્ટથી પહેલી ખેલો ઈન્ડિયા મહિલા જુડો ટુર્નામેન્ટનો પ્રારંભ

નવી દિલ્હીઃ પહેલી ખેલો ઇન્ડિયા વિમેન્સ જુડો ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી ભારતમાં ચાર ઝોનમાં યોજાવાની છે. જુડો ટુર્નામેન્ટ એ ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ દ્વારા મહિલાઓ માટે રમતગમતની સ્પર્ધાઓને સમર્થન આપવા યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી ખેલો ઈન્ડિયા બીજી પહેલ છે. રાષ્ટ્રીય રાઉન્ડ પહેલા ચાર ઝોનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ ઓપન ઝોનલ સ્તરની રેન્કિંગ […]

જૂનાગઢમાં નવતર પહેલઃ પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ થશે

અમદાવાદઃ જૂનાગઢ ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢ વાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્તાનો આનંદ લઇ શકશે. આ દેશનું સૌ પ્રથમ પ્લાસ્ટીક કાફે બનશે. જેમાં પ્લાસ્ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે. જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ  જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્લાસ્ટીક […]

અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ

લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code