કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે
ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં દરવર્ષે ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. […]