1. Home
  2. Tag "state"

રાજ્યમાં બેવડી ઋતુ અનુભવઃ અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવાર અને રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. દરમિયાન અમદાવાદમાં 18 ડિગ્રી ઉપર ઠંડીનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર […]

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

અમદાવાદઃ વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષક(બીટગાર્ડ)ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, […]

રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી

અમદાવાદઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી […]

રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરાશેઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના પ્રજાજનોની જનસુખાકારી અને જનસુવિધાના રૂ. 62.82 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતાં જણાવ્યું હતુ કે ડિજિટલ ઈન્ડિયાને દરેક ગામ સુધી પહોંચતું કરવાની નેમ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રાજ્યના ચાર હજાર ગામમાં ફ્રી વાઇ ફાઈની સુવિધા પહોંચતી કરવામાં આવશે.આ હેતુસર રાજ્યના આ વર્ષના બજેટમાં  પ્રાવધાન કરવામા આવ્યું […]

રાજ્યની શાળાઓમાં ધોરણ-5 થી 10ના તમામ બાળકોને ધનૂર અને ડિપ્થેરિયાની રસી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં (ધનૂર અને ડિપ્થેરિયા)Td રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને […]

રાજ્યના 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ

અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ […]

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવથી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડોઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1 ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી […]

જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરીઓને રાજ્ય બહાર હાંકી કાઢવાનું આતંકવાદીઓનું સુનિયોજીત કાવતરું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની ઘટનામાં વધારો થયો છે. સુરક્ષા ઓજન્સીઓએ આતંકવાદીઓ અને આતંકવાદી પ્રવૃતિ સામે શરૂ કરેલી કાર્યવાહીને પગલે આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. તેમજ પોતાની હાજરી દર્શાવવા અને લોકોમાં ભય યથાવત રાખવા માટે આતંકવાદીઓ ટાર્ગેટ કિલીંગની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. કાશ્મીરીઓને રાજ્યની બહાર હાંકી કાઢવાના ઈરાદે આતંકવાદીઓ સુનિયોજીત કાવતરુ ઘડીને નિર્દોશ નાગરિકોને નિશાન […]

રાજ્યના ૩ નગરોમાં પાણી પુરવઠા-ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 50.75 કરોડના કામોને સરકારની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે નગરપાલિકાઓ સાવરકુંડલા અને ઉપલેટામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કુલ 30.52 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના ફેઝ- 4.1ના કામો માટે પણ 20.23 કરોડ રૂપિયાના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની રીતે હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપી શકે છે. એક અરજીની સુનાવણીમાં કેન્દ્રીય લઘુમતી મંત્રાલયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, જે રીતે ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી જ રીતે રાજ્યોને ભાષાકીય અથવા પછી સંખ્યાના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code