1. Home
  2. Tag "std-10"

ધો. 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જુનના અંતમાં : સામાયિક અને એકમ કસોટીના પરિમાણને આધારે માર્કશિટ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મૂલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિ વીકમાં પરિણામ ઓનલાઈન મુકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા […]

ધો.10ની માર્કશીટ મળી નથી, અને ડિપ્લોમા ઈજનેરીના પ્રવેશની જાહેરાતથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી જૂનથી આઠમી જુલાઈ સુધીની રાખવામાં આવતા લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. ડિપ્લોમા પ્રવેશ […]

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો અપાયું પણ 19 દિવસે સરકાર પ્રવેશ પોલીસી નક્કી નથી કરી શકી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 1થી 11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. જેમાં ધો. 10ના બોર્ડના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન અપાયુ છે. હવે સરકારે ધોરણ 10 પછી આગળના ધોરણમાં પ્રવેશ આપવા અને પરિણામ તૈયાર કરવા માટે તજજ્ઞોની કમિટીની રચના કરી હતી. આ કમિટીની માસ પ્રમોશનની જાહેરાતથી લઈને આજ સુધીમાં માત્ર એક […]

ગુજરાતમાં ધો-10ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ભરેલી ફી પરત કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બોર્ડની ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો. હવે વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભરતી વખતે ભરેલી ફીને પરત કરવાની માગણી ઉઠી છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને ફીની રકમ પરત ચુકવવાની માંગણી કરી છે. વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 355 લેખે પરીક્ષા ફી લેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]

ધો. 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તો રિપિટરને કેમ નહી?

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધારણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાયા બાદ હવે ધોરણ 10ના રિપિટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માગણી કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. અંદાજે 3.50 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ તેવી માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ […]

ગુજરાત બોર્ડના ધો. 10ના 12 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયુ માસ પ્રમોશન

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. બીજીબાજુ વાલી મંડળ સહિત કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ ધોરણ 10ની પરીક્ષા રદ કરીને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી હતી. દરમિયાન આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ધોરણ 10માં તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વને નિર્ણય લેવામાં […]

ગુજરાત બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં લેવાનારી દોરણ 10 અને 12ની પરીક્ષા એકાદ મહિના પાછી ઠેલવાની માગ થઈ રહી છે, ત્યારે શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]

કોરોના ઈફેક્ટઃ આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષા મોકુફ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેનાથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસને પણ ગંભીર અસર થઈ રહી છે. દરમિયાન અમદાવાદ સહિત આઠ શહેરોમાં ધો-10ની મરજીયાત વિષયોની થીયરી અને પ્રેકટિકલની પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. જોકે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આ પરીક્ષા 15થી 30 એપ્રિલ સુધી લેવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડે પહેલા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code