1. Home
  2. Tag "STD-12"

રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી શુભકામના પાઠવાઈ

ગાંધીનગર: સમગ્ર રાજયમાં આજથી ધોરણ- 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. ધોરણ – 10 અને 12 ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શેઠ સી.એમ.હાઇસ્કુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતે બાળકોને કંકુ તિલક કરી, પુષ્પ અને શૈક્ષણિક કિટ આપી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર રાજયમાં ઘોરણ- 10 અને 12ની […]

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]

CBSE પરીક્ષાઃ એક વર્ગખંડમાં 18 વિદ્યાર્થીઓને બેસવાની મંજૂરી

નવી દિલ્હીઃ સીબીએસઈની ધો-10 અને 2ની ટર્મ-2ની પરીક્ષાઓનો તા. 26મી એપ્રિલના રોજ પ્રારંભ થશે. જો કે, બોર્ડની પરીક્ષાઓમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ વર્ષે એક ક્લાસ રૂમમાં 18 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપવા બેસશે, આમ બેઠક વ્યવસ્થાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધો-10 અને 12ની પરીક્ષામાં 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા છે. બોર્ડની પરીક્ષાને […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહના લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે

28મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ધો-12 વિજ્ઞાનપ્રવાહના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ વિદ્યાર્થીઓની સલામતિને લઈને તંત્ર સતર્ક અમદાવાદઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગ્રીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય […]

રાજસ્થાનઃ 77 વર્ષની ઉંમરે વૃદ્ધે ધો-12ની પરીક્ષા માટે ભર્યું ફોર્મ

દિલ્હીઃ  રાજસ્થાનના જાલોરમાં 77 વર્ષના વૃદ્ધએ ધો-12ની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે. વૃદ્ધ 56 વખત ધો-10ની પરીક્ષામાં નાપાસ થયા હતા. જો કે, હિંમત હાર્યા વગર તેણે 57મી વખત ફરીથી પરીક્ષા આપી અને અંતે તે પાસ થયા હતા. હવે તેઓ ધા-12 ઉતીર્ણ થવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર જાલોર જિલ્લાના સરદારગઢમાં રહેતા […]

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને કાલે ગુરૂવારે મળશે માર્કશીટ

ગાંધીનગરઃ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓની માર્કશીટ 12મી ઓગસ્ટે શાળાઓને આપવામાં આવશે અને ત્યારબાદ તે વિધાર્થીઓને સોંપાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 11 ઓગસ્ટના રોજ રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓને માર્કશીટનું વિતરણ કરશે તેમ GSHSEBના સૂત્રોએ જણાવ્યું હતું. ડીઈઓ  કચેરીઓ બાદમાં જે તે શાળાઓમાં મોકલશે. રાજ્યની મોટાભાગની શાળાઓને 12 ઓગસ્ટના દિવસે જ માર્કશીટ […]

CBSEનું ધો. 12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ, વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 12 નું રિઝલ્ટ આજે શુક્રવારે બપોરે 2 વાગે જાહેર કર્યુ હતું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત વેબસાઈટ એક્ટિવ કરી દેવાઈ છે. આ વર્ષે 12માં ધોરણમાં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE બોર્ડમાં આ વખતે વિદ્યાર્થીઓના પાસ થવાની ટકાવારી 99.67 ટકા અને વિદ્યાર્થિનીઓની પાસ થવાની ટકાવારી 99.13 ટકા […]

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

અમદાવાદઃ ધો, 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધો. 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ […]

ગુજરાતઃ ધો-12 પછી ઈજનેરી કોર્સમાં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે કોરોનાને કારણે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. જેથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. દરમિયાન ધોરણ – 12 સાયન્સ પછી ઈજેનરી કોર્સમાં પ્રવેશ માટે આજથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નોંધણી 16 ઓગષ્ટ સુધી ચાલશે પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન […]

ઈજનેરીમાં પ્રવેશ માટે ધો. 12ના મુખ્ય વિષયો અને ગુજસેટના 50 ટકાના આધારે મેરીટ તૈયાર કરાશે

અમદાવાદઃ ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધા બાદ વિજ્ઞાન પ્રવાહની કોલેજો તેમજ ઈજનેરીની વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાયો છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી)એ શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે ધોરણ 12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સની આશરે 64 હજારથી વધુ બેઠકો પર પ્રથમ વર્ષમાં પ્રવેશ નિયમોમાં ફેરફાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code