ગાંધીનગરના સેક્ટર 21માં કારચાલકે સ્પીડમાં ટર્ન લેતા કારની અડફેટે એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું મોત
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરના સેક્ટર-21 પોલીસ મથકની નજીક વળાંક પાસે અચાનક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ટર્ન લેતા એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાં સેક્ટર 21માં પૂર ઝડપે ટર્ન લેતા કારના ચાલકે સ્ટિયરિંગ […]