રાજ્યની વધુ ૯ નગરપાલિકાઓમાં બનાવાશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ગાંધીનગર: રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાક ટૂંક સમયમાં પૂર્ણ કરાશે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતિ મુખ્યપ્રધાન શહેરી વિકાસ યોજના અન્વયે […]