ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સારા વરસાદ અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા ન સર્જાતા ખરીફ અને રવિપાકની સીઝનમાં ખેડુતોએ સારૂએવું ઉત્પાદન મેળવ્યું હતું. હવે રવિ સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ ઉનાળું પાકની વાવણી શરૂ કરી છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે […]