ચાની કિટલી સંચાલક લોકોને કિશોરકુમારના ગીતો સંભળાવી જીવી રહ્યાં છે ગાયક બનવાનું સ્વપ્ન
દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં એક કિટલી ઉપર દરરોજ મોટી સંખ્યામાં કિશોર કુમારના ગીતો સાંભળવા માટે ચાના શોખીનો આવે છે. કીટલી સંભાળનાર કિશોર કુમારના સદાબહાર ગીતો ગાઈને ચા પીવા આવતા લોકોને કડક ચા પીવડાવવાની સાથે મનોરંજન પુરુ પાડે છે. છેલ્લા 40 વર્ષથી ચાની કીટલી ઉપર આવતા લોકોને કિટલી સંચાલક કિશોર કુમારના ગીત ગાઈને મનોજરંજન પુરુ પાડે છે. […]