જો દલિત ન હોત, તો સુપ્રીમ કોર્ટમાં આજે જજ ન હોત: શા માટે આવું બોલ્યા જસ્ટિસ ગવઈ?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યુ છે કે જો તેઓ દલિત સમુદાયમાંથી ન હોત તો આજની તારીખમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન હોત. તેમણે કહ્યુ છે કે અનામત એટલે કે સકારાત્મક કાર્યવાહીના કારણે જ હાંસિયામાં રહેનારા સમુદાયના લોકો પણ ભારતના ટોચના સરકારી પદો સુધી પહોંચવામાં કામિયાબ રહ્યા છે. તેમણે કહ્યુ છે કે જો […]