1. Home
  2. Tag "Supreme Court"

બ્રિજ બિહારી પ્રસાદ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મુન્ના શુક્લા સહિત બે આરોપીઓને આજીવન કેદ સજા ફરમાવી

બાહુબલી નેતા મુન્ના શુક્લા અને તેના સહયોગી મન્ટુ તિવારીને બિહારના પ્રખ્યાત બ્રિજ બિહારી પ્રસાદ હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે બંનેને 15 દિવસમાં સરેન્ડર કરવા માટે કહ્યું છે. આ કેસમાં બાહુબલી લીડર સૂરજ ભાન અને રાજન તિવારી સહિત 6 વધુ લોકો પણ આરોપી હતા. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા પર નજર રાખતા કેન્દ્ર સરકારના પેનલ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ ફ્લાઈંગ સ્ક્વોડને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “29 ઓગસ્ટના રોજ CAQM (એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન) ની બેઠક યોજાઈ હતી. તેમાં પરાલી સળગાવવા પર કોઈ ચર્ચા થઈ ન […]

ગેરકાયદે બાંધકામ કોઈ પણ ધર્મનું હોય, કાર્યવાહી થવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહીને લઈને સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જાહેર સુરક્ષા સર્વોપરી છે અને રસ્તાઓ, જળાશયો અથવા રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતું કોઈપણ ધાર્મિક માળખું દૂર કરવું જોઈએ. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને બુલડોઝરની કાર્યવાહી તથા અતિક્રમણ વિરોધી ઝુંબેશ માટેના તેના નિર્દેશો […]

દેશમાં ઘરેલુ હિંસા અધિનિયમ તમામ મહિલાઓને લાગુ પડે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ જસ્ટિસ બી.વી. નાગરથનાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ડીવી એક્ટ (ઘરેલું હિંસા અધિનિયમ) 2005 તમામ મહિલાઓને લાગુ પડે છે. આ કાયદો ભારતીય બંધારણમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા માટે છે અને તે તમામ મહિલાઓને સમાનરૂપે લાગુ પડે છે. આ કાયદો સિવિલ કોડ જેવો છે અને તે ભારતની તમામ મહિલાઓને લાગુ પડે છે. […]

અમે ભારતના કોઈપણ ભાગને પાકિસ્તાન તરીકે વર્ણવી શકીએ નહીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે કર્ણાટક હાઈકોર્ટના જજને ઠપકો આપ્યો હતો અને તેમની કથિત વાંધાજનક ટિપ્પણીઓને લઈને શરૂ થયેલી કાર્યવાહી બંધ કરી હતી. એક હાઇકોર્ટના ન્યાયાધીશ વેદવ્યાસાચર શ્રીશાનંદે બેંગલુરુના એક ખાસ સમુદાયના પ્રભાવવાળા વિસ્તારને ‘પાકિસ્તાન’ ગણાવ્યો હતો. તેમજ સુનાવણી દરમિયાન જજે મહિલા વકીલ અંગે વાંધાજનક ટિપ્પણી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું […]

સુપ્રીમ કોર્ટે MBBSમાં NRI ક્વોટા મામલે પંજાબ સરકારને આડેહાથ લીધી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે MBBS સીટોમાં NRI ક્વોટાના મામલામાં પંજાબ સરકારને આડેહાથ લીધી હતી. સુપ્રીમ કોર્ટે MBBS સીટોમાં NRI ક્વોટા અંગેની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમજ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ સરકારે NRI ક્વોટા હેઠળ પ્રવેશમાં નજીકના સંબંધીઓ અને આશ્રિતોને પણ સ્થાન આપ્યું હતું. સમગ્ર […]

અમદાવાદમાં ખાનગી બસોને પ્રવેશ આપવાના મુદ્દે થયેલી રિટ સુપ્રીમ કોર્ટે ફગાવી

અગાઉ ગુજરાત હોઈકોર્ટે પણ ખાનગી બસ સંચાલકોની રિટ ફગાવી હતી, સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસોને પ્રવેશબંધી, વૈકલ્પિત રૂટ્સ આપવાની માગ પણ નામંજુર કરી હતી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસો તેમજ ટ્રકો અને ભારે વાહનોને પ્રવેશ બંધી છે. આથી ખાનગી બસના સંચાલકોએ સરકારને રજુઆત કર્યા […]

બાળકો સાથે જોડાયેલી અશ્લિલ સામગ્રી પોતાની પાસે રાખવી દંડનીય ગુનોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો છે. જો કોઈ વ્યક્તિ આવી સામગ્રીને ડિલીટ ન કરે અથવા પોલીસને તેની માહિતી ન આપે તો POCSO એક્ટની કલમ હેઠળ 15 ગુનેગાર કરાર આવે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ […]

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ચાર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની ભલામણ કરાઈ

નવી દિલ્હીઃ 18 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમએ મેઘાલય, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને નવી ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ ઈન્દ્ર પ્રસન્ના મુખર્જીને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ રાબસ્તાન મેઘાલય હાઈકોર્ટના […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code