1. Home
  2. Tag "Supreme Court"

સુપ્રીમ કોર્ટમાંથી કેજરિવાલને ના મળી રાહત, જામીન અરજીની સુનાવણી ટળી

સુપ્રીમ કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે યોજાશે સુનાવણી CBIએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી અને કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પરની સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. જસ્ટિસ સૂર્યકાન્ત […]

સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ પણ ભૂતકાળમાં સુઈ ગયા હતા

હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં હજુ ભયનો માહોલ સુપ્રીમ કોર્ટે પોલીસની કામગીરીને લઈને કર્યાં સવાલો નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા તબીબની હત્યા કેસની હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડએ જણાવ્યું હતું કે, અમે હોસ્પિટલોમાં સામાન્ય રીતે કામ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરકારી હોસ્પટલમાં ગયા હતા. હું ખુદ સરકારી હોસ્પિટલમાં જમીન ઉપર […]

દેશ બળાત્કારની બીજી ઘટનાની રાહ ન જોઈ શકે, કોલકાતા કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર

પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો ચીફ  જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તેણે કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના કેસની સ્વતઃ સંજ્ઞાન લીધી છે કારણ કે તે સમગ્ર ભારતમાં ડોકટરોની સલામતી અંગે પ્રણાલીગત મુદ્દાઓ ઉભા કરે છે. ચીફ જસ્ટિસ […]

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

આરોગ્યના કારણોસર કેજરિવાલે માંગ્યા જામીન જામીન અરજી ઉપર 23મી ઓગસ્ટના રોજ યોજાશે સુનાવણી નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે […]

ભ્રામક જાહેરત પ્રકરણમાં યોગગુરુ બાબારામ દેવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

કોર્ટે અવમાનના કેસ બંધ કરવા કર્યો નિર્દેશ રામદેવ ઉપરાંત બાલકૃષ્ણ સામે કાર્યવાહની કરાઈ હતી માંગણી નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડની માફી સ્વીકાર્યા બાદ ભ્રામક જાહેરાતના કેસમાં તેમની સામે અવમાનનાની કાર્યવાહી બંધ કરી દીધી છે. યોગ ગુરુ રામદેવ, બાલકૃષ્ણ અને તેમની કંપની તરફથી હાજર રહેલા એડવોકેટ […]

એક્સાઇઝ પોલિસી કેસ: સુપ્રીમ કોર્ટે AAP નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસમાં જામીન મંજૂર કર્યા હતા, તેમજ નોંધ્યું હતું કે, તેઓ 17 મહિનાથી કસ્ટડીમાં છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, સિસોદિયા 17 મહિનાથી કસ્ટડીમાં છે અને કેસની સુનાવણી હજુ […]

ઈલેક્ટોરલ બોન્ડ અંગેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમની રચનાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) મારફતે તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં તે કાનૂની માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે […]

નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી, સમિતિને 30 સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે NEET પર પોતાનો વિગતવાર આદેશ વાંચ્યો હતો. કોર્ટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિના કાર્યક્ષેત્ર અંગે ચર્ચા કરી છે. કોર્ટે પ્રારંભિક તબક્કાથી લઈને પરિણામ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પરીક્ષા માટે અનેક પગલાં સૂચવ્યા છે. કોર્ટે કહ્યું છે કે સમિતિએ આ […]

SC, ST અનામત અંતર્ગત વધુ પછાત જાતિઓને મળી શકે છે અલગ ક્વોટા, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 6:1ની બહુમતી સાથે કહ્યું કે SC/ST શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા આપી શકાય. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સ્વીકાર્યું છે કે SC/ST આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે. સાત જજોની […]

બિહારમાં 65 ટકા અનામત મામલે નીતિશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી 65 ટકા અનામત મામલે કોઈ રાહત મળી નથી. બિહારમાં અનામત વધારીને 65 ટકા કરવા સામે પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે લગાવવાનો ઈન્કાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code