1. Home
  2. Tag "SUPRIM COURT"

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કાર્યાલય ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે જ સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાર્ટીને પોતાની ઓફિસ ખાલી કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15મી જૂન સુધીનો સમય આપ્યો છે. આમ આદમી પાર્ટીની સામે ફરિયાદ કરી હતી કે, તેમની ઓફિસ રાઉજ રેવન્યુ કોર્ટની સંપાદીત જમીન ઉપર બનાવાયું છે. આ મામલે હાઈકોર્ટે […]

સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનો પ્રારંભ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ.ધનંજય વાય. ચંદ્રચુડે આજે સુપ્રીમ કોર્ટ સંકુલમાં આયુષ હોલિસ્ટિક વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રની સ્થાપના આયુષ મંત્રાલય સાથે જોડાયેલી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાની ભાગીદારીથી કરવામાં આવી છે. આ પ્રસંગે આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડો.મુંજપરા મહેન્દ્ર કાળુ, આયુષ સચિવ રાજેશ કોટેચા અને અન્ય વરિષ્ઠ […]

દેશના નાગરિકો ‘ઈન્ડિયા’ કે ‘ભારત’ કહેવા માટે સ્વતંત્ર, વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે એક અરજીમાં કર્યો હતો નિર્દેશ

નવી દિલ્હીઃ ઈન્ડિયા વિરુદ્ધ ભારત વિવાદમાં કોંગ્રેસ સહિત વિપક્ષ અને ભાજપ વચ્ચે નવી ચર્ચા જાગી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે વર્ષ 2016માં જ આ મુદ્દે મોટી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો કે દેશને ઈન્ડિયાને બદલે ભારત કહેવામાં આવે. વર્ષ 2015 માં સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી દાખલ […]

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના મામલે આજે સુપ્રિમ કોર્ટની સુનાવણી

પટનાઃ થોડા જદિવસ અગાઉ બિહારની પટના હાઈકોર્ટે જાતિ આઘારિક વસ્તી ગણતરીને મંજૂરી આપી હતી નિતીશ સરકારની જીત થી હતી જો કે આ મામલો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે આજરોજ જાતિ આઘારિત વસ્તીગણતરી મામલે સુપ્રિમક કોર્ટમાં સુનાવણી કરાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માન્યતાને યથાવત રાખવાના પટના હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર […]

હંમેશા જીત સત્યની જ થાય છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી હતી. ગુજરાતની અદાલતે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ફરમાવેલી સજા ઉપર સર્વોચ્ચ અદાલતે સ્ટે ફરમાવ્યો છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ કોર્ટના આદેશને સત્યની જીત દર્શાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલિલ્કાર્જુન ખડગેએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં […]

‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ, દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી

ઘ કેરળ સ્ટોરી ફિલ્મને લઈને વિવાદ દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી દિલ્હીઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી હાલ ચર્ચાનો વિષેય બની છે,કેટલાક રાજ્યો ફઇલ્મને યુવતીઓના હિતમાં ગણાવી જ્યા ફિલ્મ કર મૂક્ત કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો ફિલ્મને ભડકાવ ગણાવી તેના પર બેન મૂકી રહ્યા છે ત્યારે હવે આ મામલો સુપ્રિમકોર્ટમાં […]

જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા

નવી દિલ્હીઃ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ દેશના 50માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડને સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોદાના શપથ લેવડાવ્યાં હતાં. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. જસ્ટીસ ચંદ્રચુડને વર્ષ 2016માં સુપ્રિમકોર્ટના જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ તેઓ અલ્લાહબાદ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હતાં. 1959મા જન્મેલા ન્યાયમૂર્તિ ચંદ્રચુડને 13મી મે એ 2016ના રોજ ભારતની સર્વોચ્ચ […]

આર્થિક આધાર પર અનામત મામલે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેંચનો ઐતિહાસિક નિર્દેશ

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક આધાર પર અનામત હવે પણ ચાલુ રહેશે. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ અનામતની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જ્યારે એક ન્યાયાધીશે પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 […]

મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે મંદિરોની વ્યવસ્થાપન સમિતિઓ રાજકીય જાગીર ન હોઈ શકે. મંદિરોના સંચાલનને રાજનીતિ અને પાર્ટી લાઇનથી અલગ કરવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે ધાર્મિક ટ્રસ્ટોની વ્યવસ્થાપન સમિતિઓમાં કોઈપણ શાસક પક્ષના ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને સામેલ કરવાની પ્રથાનો અસ્વિકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ સીટી રવિ કુમારની ખંડપીઠે શ્રી સાંઈબાબા […]

ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથીઃ સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં કર્ણાટક સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથી, એટલું જ નહીં ઈરાન સહિત ઈસ્લામિક દેશમાં મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code