1. Home
  2. Tag "surat"

સુરતમાં રોંગ સાઈડ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, FRI ઉપરાંત 483 લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ

સુરત: ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો સામે પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં ચલાવાતા વાહનચાલકો વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરવાની સાથે સાથે તેઓના લાઇસન્સ રદ કરવા માટેની પણ કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એક સપ્તાહમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા […]

આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસ: સુરતની ટેક્સટાઇલ એમએસએમઈ દ્વારા એનર્જી એફિશિયન્સી અને ફાઇનાન્સ વર્કશોપ માટેની તૈયારીઓ

અમદાવાદ/સુરત: ટેક્સટાઇલ ઉદ્યોગમાં એનર્જી એફિશિયન્સીને આગળ વધારવાના પ્રયાસરૂપે, 27 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય એમએસએમી દિવસ નિમિત્તે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (જેડા), ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (એસજીટીપીએ), અને ડબ્લ્યૂઆરઆઈ ઇન્ડિયા દ્વારા સહયોગ સાધીને સુરત ખાતે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી અને એકસેસિંગ ફાઇનાન્સ વર્કશોપ આયોજિત કરવામાં આવ્યું છે. ભારતની ટેક્સટાઇલ પાવરહાઉસ તરીકે ઓળખાતી, […]

સુરતના પલસાણા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લઈને 7 કિમી ઢસડતા તણખા ઊડ્યા

સુરતઃ શહેર અને જિલ્લામાં બેફામ અને પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પલસા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલી કારે બુલેટ બાઈકને અડફેટે લઈને સાત કિમી સુધી ઢસડતા રોડ પર તણખા ઊડ્યા હતા. જો કે આ બનાવમાં બુલેટચાલકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ કારચાલક રાજકિય પક્ષ સાથે […]

સુરતમાં ચાર્જમાં મુકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થતા લાગી આગ, ગેસનો બાટલો ફાટતાં યુવતીનું મોત,

સુરતઃ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ વધતા જાય છે. ઓછા ખર્ચે વધુ માઈલેજ આપતા અને પર્યાવરણની દ્રષ્ટીએ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ ફાયદાકારક છે. પરંતુ સુરતમાં ઈ-બાઈકના ચાર્જિગ દરમિયાન બેટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરીને નજીક પડેલા ગેસ ભરેલા સિલિન્ડરને લપેટમાં લેતા સિલિન્ડર ફાટ્યો હતો. આ આગના બનાવમાં 18 વર્ષની યુવતીનું મોત નિપજ્યું […]

સુરતમાં ટ્રાફીકને ધ્યાનમાં રાખીને 21 જંકશન ઉપર બમ્પ હટાવવાની કામગીરી

અમદાવાદઃ સુરત શહેરમાં ટ્રાફિક નિયમન થાય અને સરળતાથી ટ્રાફિક વ્યવસ્થા ચાલે તેવા આશયથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ગત રોજ સુરત શહેર ટ્રાફિક શાખાના અધિકારીઓ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ એસએમસીના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે આ બેઠકમાં સુરત શહેરમાં ટ્રાફીક નિયમનની […]

સુરતમાં મિલેનિયમ-2 માર્કેટની દુકાનો સીલ કરાતા વેપારીઓએ આપી ભૂખ હડતાળની ચીમકી

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશને સફાળા જાગીને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવી બિલ્ડિંગોને સીલ કરી દેતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. નોટિસ આપ્યા વિના કે સમય આપ્યા વિના દુકાનોને સીલ મારી દેવાયા છે. શહેરના મિલેયનિમય -2 માર્કેટની દુકાનોમાં 11 દિવસથી સીલ હોવાથી વેપારીઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર આપીને […]

સુરતમાં વરસાદ પડતા નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતઃ શહેરમાં આજે શુક્રવારે મેઘરાજાની પધરામણી થઈ હતી. વરસાદને કારણે નોકરી-ધંધા પર જતા લોકો ભીંજાયા હતા. જો કે વરસાદને કારણે અસહ્ય ગરમી અને બફારાથી લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ સવારે 8થી 10 દરમિયાન શહેરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આકાશ વાદળછાયુ છે, અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી રાતના સમયે વરસાદ […]

સુરતમાં એફિડેવિટને આધારે સીલ ખોલી અપાશે, પણ આગ લાગે તો SMCની જવાબદારી નહીં

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ સજાગ બન્યુ છે. શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા છે, જેમાં દુકાનો, સ્કૂલ. કોચિંગ ક્લાસ, હોસ્પિટલો સહિત કોમર્શિયલ બિલ્ડિંગોનો પણ સમાવેશ થાય છે. આમ મ્યુનિએ ફાયર NOC અને BU પરમિશન વિનાની 900થી વધુ મિલકતો સીલ કરી દીધી હતી, આ સીલિંગની […]

સુરતમાં ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને લીધે ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા

સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરના ચાર રસ્તાઓ પર સિગ્નલોના મિસ મેનેજમેન્ટને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચાર રસ્તાઓ પર બે સાઈડમાં વાહનોનો વધુ ધસારો રહેતો હોય છે. જ્યારે ચારેય રસ્તાઓ પર 40થી 50 સેકન્ડ અપાતી હોવાથી જે સાઈડ પર બિલકૂલ ટ્રાફિક ન હોય અન્ય સાઈડ પર વાહનચાલકોને […]

સુરતમાં કૂબેરજી માર્કેટની 700 દુકાનો એકાએક સીલ કરાતા વેપારીઓનો વિરોધ

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયરની સુવિધા ન હોય કે એનઓસી ન હોય કે બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, એકમો. દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. શહેરના કૂબેરજી માર્કેટની 700 જેટલી દુકાનોને એક સાથે સીલ મારી દેવાતા મ્યુનિ. કોર્પોરેશન સામે વેપારીઓનો વિરોધ ઊભો થયો છે. વેપારીઓ માલ-સામન અનેજરૂરી દસ્તાવેજ બહાર કાઢવાની માગ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code