1. Home
  2. Tag "surat"

સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 7000થી વધુ યોગ ઉત્સાહીઓએ કોમન યોગ પ્રોટોકોલનો અભ્યાસ કર્યો

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024 પહેલાં આયોજિત એક ભવ્ય ઉત્સવ ‘યોગ મહોત્સવ’ દરમિયાન સુરતને યોગનો લાભ મળ્યો હતો. અઠવાલાઇન્સના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારે જનમેદની ઉમટી પડી હતી. 2 મે, 2024ના રોજ સવારે 7.00 વાગ્યાથી કોમન યોગ પ્રોટોકોલ (CYP)ની પ્રેક્ટિસમાં ડૂબેલા સાત હજારથી વધુ આતુર સહભાગીઓ આ ઉત્સવ માટે એકઠા થયા હતા. તેમનો […]

સુરતમાં પોલીસને જોઈ બે શખસો બેગ અને બાઈક મુકી ભાગ્યા, બેગમાંથી એક કરોડનું ડ્રગ્સ મળ્યું

સુરતઃ ગુજરાતમાં પોલીસની ધોંસ છતાંયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસ બાતમીને આધારે દરોડો પાડવા જઈ રહી હતી. ત્યાં જ બે યુવાનો પોલીસને જોઈને બેગ અને બાઈક અને સ્કુટર મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગની તલાસી લેતા એક કરોડની કિંમતનું એમડી […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

લોકસભા ચૂંટણીઃ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યાં

અમદાવાદઃ સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા […]

સુરતમાં નિલેશ કુંભાણી’ વોન્ટેડના લાગ્યા પોસ્ટર્સ, કરોડોમાં વેચાયાના કરાયા આક્ષેપો

સુરતઃ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કૂંભાણીને કારણે ચૂંટણી બિનહરિફ થતાં ભાજપને વગર ચૂંટણીએ બેઠક મળી ગઈ છે. બીજી બાજુ મતાધિકારનો મોકો ન મળતા સુરતવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નિલેશ કૂંભાણી સામે રોષ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા બની જતાં શહેરમાં નિલેશ કૂંભાણી વોન્ટેડના બેનરો […]

સુરતના ASIએ વેપારી પાસે 15 લાખની લાંચ માગી, ASIનો ભાઈ 5 લાખ લેતા રંગેહાથ પકડાયો

સુરતઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. મહેસુલ અને પોલીસના કર્મચારીઓ લાંચ લેતા વધુ પકડાતા હોય છે. ત્યારે સુરતમાં ઈકો સેલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરએ છેતરપિંડીના કેસમાં વેપારી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ માગી હતી. જે પૈકી પાંચ લાખની લાંચની રકમ લેવા માટે એએસઆઈએ તેના ભાઈને વેપારી પાસે મોકલ્યો હતો, અને એએસઆઈ સાગર […]

સુરતમાં કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે કર્યો હોબાળો, કૂંભાણી ભાજપમાં જોડાવાની શક્યતા

સુરતઃ લોકસભાની સુરત બેઠક પર ભાજપે રણનીતિ મુજબ બીન હરિફ જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતાં મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો. નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ રદ થયા બાદ અપક્ષ સહિત નાની પાર્ટીના 8 ઉમેદવારે પણ ફોર્મ પાછાં ખેંચ્યાં હતાં. કહેવાય છે. કે, નિલેશ કુંભાણીએ, કોંગ્રેસ […]

વેપારીને ડિજીટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ 23.30 લાખ પડાવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાઈબર માફિયાઓ દ્વારા એક વેપારીને સાયબર એરેસ્ટ કરીને લાખોની લૂંટ ચલાવીને ચોંકાવનારી ઘટના બની હતી. સાયબર ઠગોએ વેપારીને એક બે નહીં પરંતુ નવ કલાક સુધી એરેસ્ટ રાખીને રૂ. 23.30 લાખની રોકડ પડાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી […]

સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના શિક્ષકોને પગાર ન ચુકવાતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત છે. બીજીબાજુ આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો […]

સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

અમદાવાદઃ સુરતમાં માર્ગ અકસમાતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિરાના વ્યવસાયીને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવારજનોએ અંગદાનની જાહેરાત કરી હતી. જેથી સુરતની જાણીતી સામાજીક સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારજનોએ લીવર, કીડની અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સુરતના પાસોદરા પાટીયા નજીક રહેતા કિરણકુમાર રમેશભાઈ વેકરીયા (ઉ.વ 46) (મૂળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code