1. Home
  2. Tag "surat"

સુરતમાં ISI માર્ક વગરના રકમડા મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ સુરતમાં ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી ટોય સ્ટેશન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાન માં કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી વધારે માત્રા માં ISI માર્ક વગરના રમકડાં […]

સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ત્રણ વ્યક્તિઓને મળશે નવી જીંદગી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે, જેથી લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને બ્રેઈનસ્ટ્રોકના હુમલા બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. બ્રેઈનડેડ દર્દીની ઈચ્છાપૂર્તિ માટે પરિવારજનોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબો દ્વારા બ્રેઈનડેડ દર્દીની બે નેત્ર અને […]

સુરતમાં નશામાં ચકચૂર કાર ચાલકે સર્જી અકસ્માતની હારમાળા

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન શહેરના મોટા વરાછા વિસ્તારમાં નશામાં છાકટા બનેલા નબીરાએ પૂરઝડપે કાર હંકારીને મોટર સાઈકલ અને કેટલાક રાહદારીઓને અડફેટે લીધા હતા. એટલું જ નહીં અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, લોકોએ કારને અટકાવીને ચાલકને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. કારનો […]

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ભૂંડના ટોળાંનો વિડિયો વયરલ થતાં તપાસનો આદેશ

સુરતઃ શહેરના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ દૂબઈ અને આરબ અમિરાત સહિત વિદેશી ફ્લાઈટ્સ સેવા શરૂ થઈ છે. અને ટ્રાફિક પણ સારોએવો મળી રહ્યો છે. તાજેતરમાં એરપોર્ટ પરિસરમાં અને રનવે નજીક પુરતી તકેદારી રાખવામાં આવતી ન હોય તેમ ભૂંડનું ટોળું ફરતું હોવાનો વિડિયો વાયરલ થયો હતો. આથી સુરત એરપોર્ટ ડાયરેકટરએ ભૂંડનું ટોળું  ટર્મિનલ બિલ્ડિંગ […]

બોલો કઈ યુનિવર્સિટીની માર્કશીટ જોઈએ છે?… નકલી માર્કશીટનું કૌભાંડ પકડાયું, એજન્ટની ધરપકડ

સુરતઃ શહેરમાં બોગસ માર્કશીટ વેચવાનું કૌભાંડ પકડાયુ છે. શહેરના સિંગણપોર પોલીસે નકલી માર્કશીટ કૌભાંડમાં એજન્ટ એવા નિલેશ સાવલિયા ધરપકડ કરી હતી. અને આરોપી પાસેથી 137 જેટલી દેશભરની અલગ-અલગ યુનિવર્સિટીઓની માર્કશીટ મળી આવી હતી.  ફરીદાબાદમાં દેશભરની માગો તે યુનિવર્સિટીની નકલી માર્કશીટ અને નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવવામાં આવતી હતી. અને નિલેશ ગ્રાહકો શોધવા માટે એજન્ટની ભૂમિકા ભજવતો […]

સુરતમાં નકલી જનસુવિધા કેન્દ્ર પકડાયું, માગો તે સરકારી ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા

સુરતઃ ગુજરાતમાં નકલી ચિજવસ્તુઓ, નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ રહી છે. જેમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓની તો બોલબાલા છે. જ્યારે પીએમઓ, સીએમઓ, આઈટી, અને પોલીસના સ્વાંગમાં નકલી અધિકારીઓ અગાઉ પકડાયા હતા. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. પુણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ પાડીને નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર […]

સુરતમાં નકલી ઘી બનાવતું કારખાનું પકડાયુ, 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

સુરતઃ ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બુધવારે પનીરનો 230 કિલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો. ત્યારે ગુરૂવારે રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવતું કારખાનું પકડાયું હતું. મ્યુનિ.કોર્પોરેશના હેલ્થ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યો હતો.વનસ્પતિ ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવામાં આવતું હતું. શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. […]

લોકસભાની ચૂંટણીને લીધે સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યાં

સુરત: લોસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયાનું નાણું બજારમાં ઠલવાતું હોવાથી બજારોમાં તેજી પણ જોવા મળતી હોય છે. હાલ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી તેમજ ગરીબ લોકોને વહેંચવા માટે સાડીઓનો સુરતની મિલોને મોટો ઓર્ડર મળ્યો હોવાથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે, સૂત્રોના જણાવ્યા […]

સુરતના પાંડેસરામાં 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો, ભેળસેળનો રિપોર્ટ બાદ ગુનો નોંધાશે

સુરતઃ રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે.દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ શહેરના પાંડેસરા વિસ્તારમાંથી  એક ટેમ્પાને રોકીને તપાસ કરતા 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું. […]

સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવાનો ક્રેઝ, ગોબર સ્ટીકની વધી માગ, પાંજરોપોળને થશે લાભ

સુરતઃ હોળી-ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરમાં હોળી દરેક સોસાયટીઓ અને મહોલ્લાઓમાં પ્રગટાવવામાં આવતી હોય છે. દર વખતે લાકડાંથી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં હોલિકાદહન માટે લાકડા નહીં પણ ગાયના ગોબરમાંથી બનતાં ગૌ-કાષ્ટની માગ વધી છે. સુરતમાં આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code