1. Home
  2. Tag "surat"

સુરતમાં મેડિકલ પ્રેક્ટીસ કરતા 3 મુન્નાભાઈ MBBS ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજધાની ગણાતા સુરતમાંથી ડિગ્રી વિને મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ તબીબો અગાઉ વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. જ્યાંથી મેડિકલને લઈને માહિતી મેળવી લીધા બાદ નાણા કમાવી લેવાની લ્હાયમાં જાતે […]

સુરતમાં ગાઢ ધૂમ્મસ સાથે વાતાવરણમાં પલટો, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયાં પરેશાન

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થયા બાદ ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડી અને ગરમી મિશ્રિત બે ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે, ત્યારે મંગળવારે શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતુ. […]

સુરત: ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સની ટીમે 3 સ્થળ પર દરોડા પાડી, 8 બાળમજુરને મુક્ત કરાવ્યાં

અમદાવાદઃ સુરતમાં નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ.નિવાસી અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ફેબ્રુઆરી માસમાં બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી […]

સુરતમાં એનઆરઆઈ બ્રેઈનડેડ દર્દીનું અંગદાન, 3 વ્યક્તિને મળશે નવુજીવન

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં એનઆરઆઈ સુરેશ મોતીલાલ પટેલને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને ત્રણેક વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. અમેરિકામાં વર્ષોથી મોટેલના વ્યવસાય સાથે જોડાયેલા સુરેશભાઈ પટેલ થોડા સમય પહેલા જ પરિવાર સાથે મૂળવતન બારડોલીના બાબેન ગામ આવ્યાં હતા. એનઆરઆઈ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરનાર સુરેશભાઈ પટેલે અગાઉ પોતાના અંગોના દાનની પરિવારજનો સમક્ષ […]

સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મુશ્કેલી હશે, તો ટ્રાફિક પોલીસ જવાનો કેન્દ્રો પર પહોંચાડશે

સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલથી એટલે કે તા.11મી માર્ચને સોમવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે શહેર ટ્રાફિક પોલીસે આયોજન કર્યું છે. શહેરના 36 ટ્રાફિક જેટલા સેન્ટર ઉપર ટ્રાફિક પોલીસના ત્રણ બાઈક સાથે […]

સુરતમાં 8 કરોડની લૂંટનો બનાવ ફેક નિકળ્યો, ફરિયાદીએ દેવું થઈ જતાં લૂંટનું નાટક કર્યું હતું,

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં પખવાડિયા પહેલા કાર રોકીને રૂપિયા 8 કરોડની લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે શહેર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે,એસઓજીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અને ફરિયાદીની આગવી ઢબે પૂછતાછ કરતાં લૂંટનો બનાવ શંકાસ્પદ લાગ્યો હતો. લૂંટારૂ શખસોએ આવકવેરા અધિકારીના સ્વાંગમાં આવીને લૂંટ કરી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલીને ફરિયાદીને […]

સુરતમાં કોર્પોરેટરના બંગલામાં મધરાતે લાગી આગ, 17 વર્ષના યુવાનનું મોત, ઘર-વખરી બળીને ખાક

સુરતઃ શહેરના મોટા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં  AAPના કોર્પોરેટર જિતેન્દ્ર (જિતુ) કાછડિયાના બંગલામાં રાત્રે બે વાગ્યે આગ લાગતાં જીતુભાઈના પુત્રનું મોત નીપજ્યું હતું.  બંગલામાં આગ લાગતા અને ધૂમાડો પ્રસરી જતાં કાછડિયા પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો, પરંતુ 17 વર્ષીય પુત્ર ફસાઈ જતાં તેનું મોત નિપજ્યુ હતુ. આગના બનાવની જાણ […]

સુરતના કામરેજ નજીક લકઝરી બસનું ટાયર ફાટતા બસ કેનાલમાં ખાબકી, 15 પ્રવાસીઓ ઘવાયા

સુરતઃ રાજ્યમાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં સુરતના કામરેજ નજીક કોસમાડા અને લાડવી ગામ વચ્ચે હાઈવે પર રાજસ્થાનથી આવી રહેલી લકઝરી બસનું ટાયર ફાટતા બસનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ હાઈવે સાઈડની કેનાલમાં ખાબકી હતી. જો કે કેનાલમાં વધુ પાણી ન હોવાથી મુસાફરોનો બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના ગામલોકો દોડી […]

સુરતમાં IT અધિકારીની ઓળખ આપી ધમકાવીને હીરાના 4 વેપારીઓ પાસેથી 8 કરોડની લૂંટ

સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારીઓના સ્વાંગમાં છેતરપિંડી કે લૂટના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે લૂંટનો બનાવ બન્યો હતો. હીરાના ચાર વેપારીઓ કતારગામ સેઈફ વોલ્ટમાંથી રૂપિયા 8 કરોડ લઈને ઈકોકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કાળી બેગ સાથે રોડ પર ઊભેલા એક યુવાને કારને ઊભી રખાવીને પોતે ઈન્કમટેક્સના […]

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક જીવન વિષય પર ઉદ્યોગકારો સાથે કર્યો સંવાદ

સુરતઃ શહેરના સરસાણા ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘પ્રાકૃતિક જીવન..શ્રેષ્ઠ જીવન’ થીમ પર આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના નાગરિકોનું સુપોષણ અને સુસ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાના દાયિત્વ સાથે ઉદ્યોગકારો આગળ આવે તે સમયની માંગ છે. તેમણે આ અભિયાનમાં ઉદ્યોગકારોને જોડાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code