1. Home
  2. Tag "surat"

કેન્દ્ર સરકાર તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે: રામદાસ આઠવલે

અમદાવાદઃ સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે અમારી સરકારે 80 લાખ લોકોને મફત અનાજ આપી તેમને સશકત બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ લોકોના ઘર સુધી પહોચાડવામાં સફળ રહી છે. સુરત ખાતે પક્ષના સંમેલનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું […]

સુરતના સુવાલી દરિયા કિનારે બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-2024’નું આયોજન

અમદાવાદઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.24 થી 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. જેના આયોજન અર્થે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પ્રવાસનને વેગ મળે તેવા આશયથી રાજય સરકાર દ્વારા […]

સુરતમાં 14માં માળેથી પટકાતા બે શ્રમિકોના મોતના બનાવમાં કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન એક બિલ્ડિંગના 14માં માળેથી પટકાતા સગીર સહિત બે શ્રમિકો મોતને ભેટ્યા હતા. આ મામલે શ્રમિકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. આખરે પોલીસે આ માટે જવાબદાર કોન્ટ્રેક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા-કોન્ટ્રેક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ગુનો નોંધ્યા […]

સુરતના વાંકલ ગામે તોફાની વાનરનો તરખાટ, બે દિવસમાં 20 લોકોને ભર્યા બચકાં,

સુરતઃ  જિલ્લાના વાંકલ ગામમાં તોફાની વાનરે તરખાટ મચાવ્યો છે. અને છેલ્લા બે દિવસમાં 20 લોકોને બચકા ભર્યા છે. તોફાની વાનરથી ગ્રામજનો ફફડાટ અનુભવી રહ્યા છે. આ અંગેની વન વિભાગને જાણ કરાતા વન વિભાગ ડાર્ટ ગન વડે કપિરાજને બેભાન કરવા પ્રયત્ન કરી રહી છે. જોકે, હજુ સુધી કપિરાજ તેના હાથમાં આવ્યો નથી. સુરત નજીક આવેલા વાંકલ […]

‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસની અનોખી પહેલ: બનાવ્યું દેશનું સૌપ્રથમ ‘ચેટબોટ’

અમદાવાદઃ ‘સાયબર સેફ સુરત’ માટે સુરત શહેર પોલીસે અનોખી પહેલ કરી નાગરિકોને સાયબર ક્રાઈમ, સાઈબર ફ્રોડથી બચાવવા અને સહાયરૂપ થવા દેશનું સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ આધારિત ‘ચેટબોટ’ બનાવ્યું છે. ‘સુરત સાયબર મિત્ર’ નામક ‘ચેટબોટ’ નાગરિકોને સાયબર ફ્રોડથી સુરક્ષા આપવાની સાથે સાઈબર ક્રાઈમનો ભોગ બનતા અટકવામાં મદદરૂપ બનશે. ‘સાવચેતી એ જ સાવધાની’ એમ જણાવતા સુરત સાયબર ક્રાઈમના […]

એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશ માટે શુભ સંકેતઃ રાષ્ટ્રપતિ

સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શહેરની  સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે.  દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને […]

સુરતમાં રખડતા કૂતરાનો ત્રાસ યથાવત, એક વર્ષમાં કૂતરા કરડવાનાં 19000 બનાવો, 4નાં મોત

સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે. કૂતરા કરડવાના બનાવોમાં વધારો થયો હોવા છતાંયે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં 19 ,898 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા એક વર્ષમાં ત્રણ બાળકો સહિત […]

સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને 12મી ફેબ્રુઆરીના રોજ સોમવારે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં સંસ્થાની 12 વિદ્યાશાખાના 1 હજાર 434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંસ્થાના નિયામક અનુપમ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, 1 હજાર […]

સુરતના પોલીસ કમિશનર તેમજ સાઉથ રેન્જના IGની જગ્યા ખાલી, સરકાર નિર્ણય લઈ શકતી નથી

સુરતઃ શહેરમાં પોલીસ કમિશનર અજય કૂમાર તોમર વય મર્યાદાને કારણે નિવૃત થયા બાદ તેમના સ્થાને કોઈનીય હજુ સુધી નિમણૂંક કરવામાં આવી નથી. તદઉપરાંત છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતના આઈજીની પણ જગ્યા ખાલી રહી છે અને ત્યાં પણ ઇન્ચાર્જથી કારભાર ચલાવાઇ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આ મહત્વની જગ્યા પર કાર્યદક્ષ અધિકારીઓની સત્વરે નિમણુંક […]

અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ

અમદાવાદઃ ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ  21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કોમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવાશે. સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code