1. Home
  2. Tag "surat"

Surat Diamond Bourse: નરેન્દ્ર મોદી રવિવારે ડાઈમંડ બોર્સનું ઉદઘાટન કરાશે, શું છે જાણો બિલ્ડિંગની ખાસિયત…

ગુજરાત વિકાસની પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઇ રહ્યું છે.  17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીના હસ્તક લોકાર્પણ થશે. અત્યાર સુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ થતુ હતુ પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે. 1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર […]

સુરત હવે હીરા ટ્રેડિંગનું હવે વિશ્વ હબ બનશે, PM મોદી રવિવારે ડાયમન્ડ બુર્સનું લોકાર્પણ કરશે

સુરતઃ રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે, જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ’ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ […]

ગુજરાતઃ 15 કિ.મી. લાંબી માનવસાંકળ રચી સુરતીઓએ રચ્યો ઈતિહાસ

અમદાવાદઃ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા અને સમગ્ર દેશને સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્યનો સામૂહિક સંદેશ આપવા સુરત શહેરની વિવિધ શાળાઓ અને કોલેજના આશરે 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ સાથે શહેરીજનોએ સ્વયંભૂ જોડાઈને ‘સદ્દભાવના માનવ સાંકળ’ (હ્યુમન ચેઇન) રચી હતી. જેમાં સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શહેરીજનોને […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી, રત્નકલાકારોને આર્થિક પેકેજ આપવા PMને આવેદનપત્ર અપાશે

સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેમજ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની તંગદિલીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મદીનો દૌર ચાલી રહ્યો છે. સુરતમાં હીરાના અનેક કારખાનાં બંધ થઈ ગયા છે. રત્ન કલાકારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માગ ઊભી થઈ છે. તા, […]

PM નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, સુરતના ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે

ગાંધીનગર:  સુરતના સૌથી મોટા આલીશાન ડાયમંડ બુર્સના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા, 17મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે હજુ વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ મૌખિક સુચના મળતા વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. એમાં પણ […]

સુરતમાં આંગડિયા પેઢીને લૂંટવા આવેલા UPના પાંચ લૂટારૂ શખસો હથિયારો સાથે પકડાયા

સુરતઃ દેશમાં સુરત શહેરની ગણના એક સમૃદ્ધ શહેર તરીકેની થાય છે. શહેરના હીરા તથા કાપડ ઉદ્યોગની નામના દેશભરમાં છે. ત્યારે આસાનીથી લૂંટ કરીને મોટી રકમ મેળવી લેવાશે એવા આશયથી ઉત્તર પ્રદેશથી પાંચ લૂંટારૂઓની ગેન્ગ તમંચા સહિતાના હથિયારો સાથે સુરત આવી હતી. અને આંગડિયા પેઢીને લૂંટ કરવા માટેનું નક્કી કર્યું હતુ. રેકી પણ કરી હતી. દરમિયાન […]

સુરતઃ વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 10,000 રબર ટ્યુબ જપ્ત

ભારત માનક બ્યુરોએ બાતમીના આધારે દરોડા પાડ્યાં નકલી ISI માર્કવાળી વિવિધ બ્રાન્ડની રબર ટ્યુબ મળી ભારત માનક બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જાણીની બ્રાન્ડના નામે નકલી સામાન વેચનારાઓ સામે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નજીક એક ફેકટરીમાં વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો […]

આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા સુરતના માંડવીમાં ઈમરજન્સી લેન્ડિંગ, 5 જવાનોનો બચાવ

સુરતઃ જિલ્લાના માંડવીમાં આવેલા સઠવાવ ગ્રાઉન્ડમાં આર્મીના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતુ. શહેરમાં હેલિકોપ્ટરે લેન્ડિંગ કર્યું હોવાની જાણ થતાં જ લોકો ટોળાં હેલિકોપ્ટરને નિહાળવા માટે દોડી ગયા હતા. દરમિયાન પોલીસ પણ દોડી ગઈ હતી. આર્મીના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી. સલામતરીતે હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરાતા પાઈલોટ સહિત આર્મીના 5 જવાનોનો બચાવ થયો […]

સુરતઃ સચિન GIDC માં કેમિકલ ફેક્ટરીમાં આગ બુઝાયા બાદ 7 કર્મચારીઓની લાશ મળી

અમદાવાદઃ સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 20થી વધારે કર્મચારીઓ દાઝ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જે બાદ ફેકટરીના સંકુલમાં તપાસ કરવામાં આવતા સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આગની ઘટના બાદ આ કર્મચારીઓ ગુમ થયા હતા. આ બનાવને પગલે સ્થાનિક વહીવટી […]

સુરતના સચિન GIDCમાં કેમીકલ કંપનીમાં ભીષણ આગ, 20થી વધારે વ્યક્તિ દાઝ્યાં

અમદાવાદઃ સુરતના સચીન જીઆઈડીસીમાં એક કેમીકલ કંપનીમાં આગની ઘટના બની હતી. કેમીકલ ટાંકીમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં 24 જેટલા કામદારો દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code