1. Home
  2. Tag "surat"

દક્ષિણ ગુજરાતના સુરતમાં ધરા ધ્રુજી, 2.6ની તીવ્રતા

સુરતથી 20 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં સોમવારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપના આંતકાની તિવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરતમાં […]

સુરતમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો, મ્યુનિ. કમિશનરે અધિકારીઓને ખખડાવ્યાં

સુરતઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો મળતા મ્યુનિ.કમિશનર  એક્શનમાં આવ્યા છે. તેમણે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવીને ફરિયાદોનો નિકાલ કરવાની કડક સુચના આપી છે. તેમજ  સ્ટ્રીટ લાઈટની રાત્રી દરમિયાન પણ ચકાસણી કરવા માટેની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગે કોઈ પણ ફરિયાદ હોય તેનો સીધો જવાબ અરજદારને મળે તે માટે સંબંધિત […]

સુરતમાં પ્રિ-વાઈબ્રન્ટ ટેક્સટાઈલ સમિટ ગુરૂવારે યોજાશે, 550થી વધુ ઉદ્યોગકારો હાજરી આપશે

સુરતઃ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આગામી 23મી નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રિ-વાઇબ્રન્ટ ફયુચર રેડી 5F ટેકસ્ટાઇલ સેમિનાર યોજાશે. જેમાં 550 જેટલા ઉદ્યોગકારો હાજર રહેશે. આ સેમિનારમાં  2047માં વિકસીત ભારત માટે ટેક્ષટાઈલનું વિઝન શું હશે, તેના પર ચર્ચા કરાશે તેમજ 5F વિઝન- ફાર્મ ટુ ફાયબર- ફાયબર ટુ ફેબ્રિક- ફેબ્રિક […]

સુરતમાં તાપી નદીના કિનારે મહિલાએ સૂર્ય નારાયણની ઉપાસના કરીને છઠ્ઠનું પૂજન કર્યું

સુરતઃ ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ્ઠની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. મહિલાઓ નદી કિનારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને છઠ્ઠનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં વસવાટ કરતા ઉત્તર ભારતના રાજ્યોના લોકો છઠ્ઠના પૂજન માટે પોતાના માદરે વતન ગયા છે. જે લોકો વતન જઈ શક્યા નથી એવા લાકો જે શહેરોમાં રહેતા હોય ત્યાં નદી કિનારે […]

સુરતના પલસાણા નજીક આવેલી મિલમાં ટાંકીની સફાઈ માટે ઉતરેલા ચાર શ્રમિકાના ગુંગળાઈ જતા મોત

સુરતઃ  જિલ્લામાં નૂતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે  મોટી દુર્ઘટના બની હતી. સુરતના પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ કરાતા કામરેજ ઇ.આર.સી ફાયર અને બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચી ટાંકામાંથી ચારેય મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે. […]

સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવવાને જાહેરાત કરી કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું છે કે, સુરત રેલવે સ્ટેશન ઉપર ધક્કામુક્કીની ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને 10 લાખની આર્થિક સહાય ચૂકવાવમાં આવશે. રેલવે વિભાગ દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય […]

સુરત રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ બનતા અફરાતફરી સર્જાઈ, એકનું મોત અને 4 વ્યક્તિ બેભાન થયાં

અમદાવાદઃ દિવાળીના તહેવારનોને લઈને મોટી સંખ્યામાં પરપ્રાંતિય નાગરિકો પરિવાર સાથે તહેવારની ઉજવણી માટે વતન તરફ જઈ રહ્યાં છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ રેલ્વે સ્ટેશન ઉપર ભારે ભીડ સર્જાય છે. દરમિયાન સુરત રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન ઉપર ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત […]

સુરતથી લાંબા રૂટ્સની ટ્રેનો ભરચક, જનરલ ડબ્બામાં 70ની ક્ષમતા સામે 250 મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે

સુરત: શહેરમાં હીરા તેમજ કાપડ ઉદ્યોગમાં  પરપ્રાંતના અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. પાવરલૂમ્સ અને કાપડ ઉદ્યોગમાં મોટા ભાગના શ્રમિકો યુપી, બિહાર, મધ્ય પ્રદેશના છે. શ્રમિકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ઘણાબધા શ્રમિકોને બોનસ મોડા મળવાને લીધે ટ્રેનોમાં બુકિંગ મોડા કરાવ્યા હતા. હવે છેલ્લા બે દિવસથી સુરતના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી […]

સુરતમાં દિવાળીના તહેવારોમાં મહિલાઓ અને બાળકો સિટીબસ, BRTSમાં મફત પ્રવાસ કરી શકશે

સુરતઃ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકો  મ્યુનિ,સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે. દિવાળીના તહેવારોમાં લોકો એકબીજાના પરિવારના ઘરે અવર-જવર કરતા હોય છે. એવી સ્થિતિમાં મહિલાઓ અને બાળકો પણ પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તેના માટે મ્યુનિ. દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મ્યુનિ.ના સૂત્રોએ જણાવ્યું […]

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અનેક નવતર પહેલરૂપ વિશેષતાઓમાં આ ડાયમંડ બુર્સ વધુ એક નજરાણું બનશે મુખ્યમંત્રીએ ડ્રિમસીટી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ખજોદ ખાતે નિર્માણ થયેલ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code