1. Home
  2. Tag "surat"

વિજ્યા દશમી પર્વઃ હર્ષ સંધવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજન કર્યું

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજયાદશમીના અવસરે સુરત શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ જવાનો સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના નાગરિકો, સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને […]

સુરતમાં બે મહિનાથી સિટીબસના ડ્રાઈવરોને પગાર ન મળતા પાડી હડતાળ, બસોની લાગી કતારો

સુરતઃ  શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસના ડ્રાઈવરોને છેલ્લા બે મહિનાથી પગાર ન મળ્યો હોવાથી સોમવારે સિટીબસના ડ્રાઈવરો કામથી વેગળા થઈ જતાં શહેરનો બસ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મ્યુનિ.ના અધિકારીઓની નિષ્ક્રિયતા અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના સતત આક્ષેપો પણ થતા રહે છે. છેલ્લા બે મહિનાથી સિટી બસના ચાલકોનો પગારથી વંચિત છે. પગાર ન થતા સોમવારે સિટી બસના ડ્રાઈવરોએ […]

સુરતઃ માર્ગ અકસ્માતમાં બ્રેઈનડેડ યુવાનના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિને મળ્યુ નવજીવુન

અમદાવાદઃ ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે, અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૭મું અંગદાન થયુ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના પટેલ ફળિયામાં […]

સુરતમાં વાહનોના ડીલર્સ દ્વારા નંબર પ્લેટ્સના વધુ ભાવ લેવાતા ઓટો કન્સલ્ટન્ટ્સએ કર્યો વિરોધ

સુરત: ગુજરાતમાં આરટીઓ કચેરીઓનું કામનું ભારણ ઘટાડવા માટે વાહનોની નંબર પ્લેટ્સનું કામ ઓટો ડીલર્સને સોંપી દેવામાં આવ્યું છે, નવા વાહનો રજિસ્ટ્રેશનની નંબર પ્લેટ લગાવીને શો રૂમમાંથી બહાર નિકળી શકશે. HSRP (હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ) હવે નિયત ચાર્જ લઈને ડીલરો જ લગાવી આપશે. રાજ્યભરમાં ઓટો ડીલરોએ નંબર પ્લેટ લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેનો સુરતના […]

ઈઝરાઈલ-હમાસ વચ્ચેના યુદ્ધને કારણે સુરતના હીરા બજારનો 10 હજાર કરોડનો વેપાર થયો ઠપ

સુરત : ગુજરાતમાં હીરાના વેપાર અને કાચા માલ (રફ)માંથી હીરા તૈયાર કરવા માટેનું મુખ્ય મથક સુરત ગણાય છે. હીરા ઉદ્યોગ એ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગને ગ્રહણ લાગ્યુ હોય તેમ મંદીનો દૌર ચાલી રહ્યો છે. રત્ન કલાકારો અને વેપારીઓ તેજીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઈઝરાઈલ અને હમાસ વચ્ચે […]

સુરતમાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર […]

સુરતના બોલાવ GIDCમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી પકડાઈ

સુરતઃ ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તાજેતરમાં યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદમાં શુદ્ધ ઘીના સ્થાને હલકી ગુણવત્તાનું ભેળસેળવાળું ઘી વપરાતું હોવાનો પડદાફાશ થયો હતો. ત્યારે સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલી બોલાવ જીઆઈડીસીમાં દેશી ગાયના શુદ્ધ ઘીના બ્રાન્ડના નામે બનાવટી ઘી બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી પાડી છે. કીમ પોલીસે બોલાવ GIDC માં […]

સુરત મ્યુનિ.કોર્પોરેશને લાખોના ખર્ચે બનાવેલા કેટલાક સિટીબસ સ્ટેન્ડ બિનઉપયોગ બન્યાં

સુરતઃ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સત્તાધિશો પ્રજાની તિજોરીના ટ્રસ્ટીઓ ગણાય છે. એટલે કે પ્રજાના ટેક્સના નાણાનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ. ઘણીવાર પ્રજાના ટેક્સના નાણાનો બિનઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રજાને તો ખબર પણ નથી હોતી કે પોતે ટેક્સ થકી જે નાણા આપે છે. તેનો લોકોની સુખાકારી કે સુવિધા માટે ઉપયોદ થાય […]

સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એકટના બનાવોમાં વધારો થયો છે. તેમજ તાજેતરમાં જ સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા લગભગ 3 જેટલા યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યાં હતા અને તેમના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમતા રમતા યુવાન ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે […]

સુરતના માંડવીમાં પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી છેતરપિંડી કરતી મહિલાની અટકાયત

સુરતઃ ગુજરાતમાં પીએમઓથી લઈને સીએમઓની ફેક ઓળખ આપીને રૂઆબ જમાવતા શખસો પકડાયા છે. કેટલાક લોકો અધિકારી હોવાની ફેક ઓળખ આપીને છેતરપિંડી પણ કરતા હોય છે. આવો જ એક કેસ સુરતના માંડવી ખાતે પકડાયો છે. એક મહિલાએ પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને 22 લાખની છેતરપિંડી કરતા તેણીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સુરતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code