1. Home
  2. Tag "surat"

સુરતમાં 79 કિલો અખાદ્ય દૂધના માવાનો નાશ કરાયો, બે મીઠાઈના વેપારીઓ સામે કાર્યવાહી કરાશે

સુરતઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ તહેવારો દરમિયાન લોકો ફરસાણ અને મીઠાઈની ખરીદી કરતા હોય છે. અને કેટલાક મીઠાઈના વેપારીઓ પણ ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. એક મીઠાંઈની દુકાન અને એક માવા ભંડારનાં સેમ્પલો ફેઈલ […]

સ્માર્ટ સિટી એવોર્ડઃ અમદાવાદ, સુરત અને વડોદરાને નવ એવોર્ડ મળ્યાં

27મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરશે સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધાના અંતિમ વિજેતાઓના નામ જાહેર અમદાવાદઃ કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધામાં ગુજરાતના 3 શહેરોને નવ જેટલા એવોર્ડ જાહેર કર્યાં છે. રાષ્ટ્રીય સ્માર્ટ સિટીમાં સમગ્ર દેશમાં સુરત બીજા ક્રમે, ટકાઉ બિઝનેશ મોડલ શ્રેણીમાં પ્રથમ ક્રમે અમદાવાદ, સ્વચ્છતા ક્રમમાં અમદાવાદ શહેર બીજા ક્રમે આવ્યો […]

ઈન્દોર ફરી એકવાર બન્યું ‘નેશનલ બેસ્ટ સિટી’,અહીં જાણો સુરતને કેટલામું સ્થાન મળ્યું

ભોપાલ:  ઇન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટની ચોથી આવૃત્તિમાં ઇન્દોરે 100 સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ સ્થાન મેળવીને આ એવોર્ડ મેળવ્યો છે. આ પુરસ્કારોની જાહેરાત વર્ષ 2022ના પરિણામોના આધારે કરવામાં આવી છે. એટલે કે ગત વર્ષે ઈન્દોર સૌથી સ્માર્ટ સિટી હતું. આ સાથે જ સુરત અને આગ્રા પણ પાછળ નથી અને તેમને બીજા અને ત્રીજા સ્થાન મળ્યા […]

સુરતમાં ડાયમન્ડ બુર્સ નજીક ડમ્પર કાર સાથે અથડાતા મહિલાનું મોત, બાળકી સહિત 3ને ગંભીર ઈજા

સુરતઃ શહેરમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત ડાયમન્ડ બુર્સ નજીક પૂરફાટ ઝડપે આવેલી કાર ડમ્પરની પાછળના ભાગે અથડાતા  કારસવાર એક બાળકી સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. ચીખલીથી રાંદેર જતાં પરિવારને અકસ્માત નડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ […]

સુરતઃ જ્વેલર્સ દુકાનમાં નકલી ગન લઈને લૂંટ કરવા ચાર શખસો ઘુસ્યાં હતા, 3 આરોપી ઝબ્બે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. તેને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરત શહેરના કતારગામમાં એક જ્વેલર્સમાં સવારે નકલી ગન અને ચપ્પુ લઈને ચાર શખ્સો લૂંટના ઈરાદે અંદર ઘુસ્યાં હતા. જો કે, દુકાનદારે બુમાબુમ કરતા આસપાસના લોકો […]

સુરતઃ બ્રેઈનડેડ દર્દીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળ્યું, 10 મહિનામાં 137 અંગોનું દાન મળ્યું

અમદાવાદઃ સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમના સફળ પ્રયાસોના પરિણામે આજે 41મું સફળ અંગદાન થયું છે. બ્રેઈનડેડ શંકરભાઈ રૂપલા માળીની બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલમાં 10 મહિનામાં 41 બ્રેઈનડેડ દર્દીઓ મારફતે 137 જેટલા અંગનું દાન મળ્યું હતું.   પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે સુકુન રો-હાઉસમાં રહેતા ૫૨ વર્ષીય શંકરભાઈ […]

સુરતથી ઈન્દોર અને ઉદેપુરની ડેઈલી ફ્લાઈટ્સ શરૂ કરાતા ટેક્સટાઈલ ઉદ્યોગે આપ્યો આવકાર

સુરતઃ  શહેરમાં ડાયમન્ડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત જુદા જુદા રાજ્યોના વેપારીઓ કારડની જથ્થાબંધ ખરીદી કરવા માટે શહેરની મુલાકાતે આવતા હોય છે. ત્યારે સુરતથી ઈન્દોર અને ઉદેપુરની ડેઈલી સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવતા ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ આવકાર આપ્યો છે. સુરતથી દેશમાં જ અન્ય શહેરોને જોડતી ફ્લાઇટોની સંખ્યા પણ […]

સુરતની ડાયમન્ડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 17 દીકરી 14 દીકરા સહિત કુલ 31 બાળકોનો જન્મ

સુરતઃ શહેરની  ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 31 ડીલીવરી સાથે રેકોર્ડ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં 17 દીકરી અને 14 દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતું. ડાયમન્ડ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ત્યારે હાલ તો 31 બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી […]

સુરતના સચિન વિસ્તારમાં બેન્કમાં થયેલી 13.26 લાખની લૂંટના કેસમાં 4 આરોપીઓ યુપીથી પકડાયા

સુરત: શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ગઈ તા. 11મી ઓગસ્ટના રોજ ધોળા દ’હાડે બુકાની અને હેલ્મેટધારી લૂટારૂઓ ત્રાટક્યા હતા. અને બંદૂકની અણિએ રૂપિયા 13.26 લાખની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાતા ચાર આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પિસ્તોલ […]

સુરતમાં ડાયમંડ એસો. સંચાલિત સ્કૂલનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત, એક ગંભીર

સુરતઃ શહેરમાં ધારૂકા કેમ્પસમાં આવેલી સુરત ડાયમંડ એસોસિયેશન સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં સ્લેબ ઉતારવાની કામગીરી ચાલી હતી. તે દરમિયાન એકાએક ધડાકા સાથે સ્લેબ તૂટી પડતા આજુબાજુના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ હાથ ધરી ચારેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, બે શ્રમિક હોસ્પિટલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code