1. Home
  2. Tag "surat"

સુરતમાં 6000 જેટલાં વાહનો ટેક્સ ડિફોલ્ટર, હવે આરટીઓ દ્વારા આકરા પગલાં લેવાશે

સુરત:  શહેરના આરટીઓમાં 6000 જેટલા માલવાહક અને કોમર્શિયલ વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ નોટિસો મોકલી આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ જે વાહન માલિકો RTOમાં વાહનનો ટેક્સ નથી ભરતા તેમની કોઈપણ મિલકતો હોય જમીન કે મકાન તેના પર હવે બોજો નાખવાની કામગીરી પણ […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર […]

સુરતના સુવાલીના દરિયાકાંઠેથી રૂપિયા 4.5 કરોડનો ચરસનો બીનવારસી જથ્થો પકડાયો

સુરતઃ શહેરના સુવાલી દરિયા કિનારેથી મોટા જથ્થા સાથે અફઘાની ચરસનો બિન વારસી જથ્થો મળી આવ્યો છે. સુરત SOG અને PCB પોલીસને 9 કિલોથી વધુનો અંદાજે 5 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. અફઘાની ચરસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ કિંમતી ગણાતું આ ચરસ છે, જેની કિંમત 1 કિલોના 50 લાખ રૂપિયા આંકવામાં આવે છે. સુવાલીને […]

અંગદાન એ જ મહાદાન : સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ  ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એક થી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની […]

સુરતમાં વરસાદ આફત બન્યો, પુણાની રેસિડન્સીની દીવાલ પડતા 3 બાઈક તણાઈ, કાર ખાડામાં પડી

સુરતઃ શહેરમાં શનિવાર અને રવિવારે  પડેલો વરસાદ આફતરૂપ બન્યો હતો. શહેરના પુણા કુંભારીયા રોડ પર આવેલી રેસિડેન્સીની દીવાલ પડતા ત્રણ વાહનો ખાડીના પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રાહત કામગીરી હાથ ધરી હતી. દીવાલ પડતા રેસિડેન્સીના રહીશોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પુણા કુંભારીયા રોડ પર ખાડીના લગોલગ […]

સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રાગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

સુરતઃ  શહેરમાં ચોમાસાની ઋતુને લીધે પાણઈજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. વાયરલ બિમારી, તાવ અને ઝાડા-ઊલટીના કેસો વધી રહ્યા છે. જેના લીધે મ્યુનિ.નું આરોગ્ય વિભાગ દોડતું થયુ છે.  ખાસ કરીને શહેરના પાંડેસરા સહિતના કેટલાંક વિસ્તારોમાં ગંદા પાણીની ફરિયાદો, ઝાડા ઊલટીના દર્દીઓની વધતી સંખ્યાના કારણે આરોગ્ય વિભાગે મેલેરિયા વિભાગના કર્મચારીઓની રજા રદ કરી છે. સાથે જ […]

સુરતમાં અઠવાલાઈન્સથી કોર્ટના સ્થળાંતર સામે વકીલોની રેલી, સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજુઆત

સુરતઃ શહેરમાં કોર્ટને અઠવાલાઇન્સ વિસ્તારમાંથી  જીયાવ બુઢિયા વિસ્તારમાં સ્થળાંતર કરવા સામે વકિલો મેદાને પડ્યા છે. કોર્ટના સ્થળાંતરના વિરોધમાં વકીલો તમામ રીતે લડી લેવાના મૂડમાં છે. સરકાર દ્વારા જીયાવ બુઢિયા વિસ્તારમાં કોર્ટને સ્થળાંતર કરવા જગ્યા ફાળવી છે. જેના વિરોધમાં સુરતના વકીલો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે 1500થી વધુ વકીલો દ્વારા કોર્ટથી કલેકટર કચેરી […]

સુરતમાં બની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્સ સિટી સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે. આ બિલ્ડિંગ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં સુરત ડાયમંડ બોર્સની વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે, “સુરત ડાયમંડ બોર્સ હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાના પણ સાક્ષી છે. તે વેપાર, […]

સુરતના ઓલપાડમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું, ત્રણ શખસની ધરપકડ

સુરતઃ શહેરના ઓલપાડમાં પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતુ. શહેરના ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઓલપાડ વિસ્તારમાં […]

સુરતમાં તાપી નદીનું જળસ્તર વધતા કોઝ-વે બંધ કરાયો, લોકો જીવના જાખમે સેલ્ફી લઈ રહ્યા છે

સુરતઃ અષાઢના પ્રારંભથી જ ગુજરાતભરમાં સમયાંતરે સારો વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે. તેના લીધે સુરત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ તાપી નદી પરનો કોઝ-વે બંધ કરી દીધો છે. લોકોને અવરજવર ન કરવાની અપિલ કરવામાં આવી છે, તેમજ વાહનો માટે પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે કોઝ-વે મોજ મસ્તીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code