1. Home
  2. Tag "surat"

આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ સુરતમાં 21મી જૂને એક સાથે દોઢ લાખ લોકો યોગ કરશે

મતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ’ ની થીમ પર ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  તેમણે […]

સુરતમાં આર્થિક સંકળામણમાં રત્ન કલાકાર પરિવારનો આપઘાતનો પ્રયાસ, માતા-પુત્રીના મોત

અમદાવાદઃ હીરા ઉદ્યોગમાં મંદીને પગલે સુરતમાં ધમધમતો હીરા ઉદ્યોગ પણ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન સરથાણા યોગીચોક વિસ્તારમાં રત્ન કલાકાર પરિવારે આર્થિક સંકળામણથી કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં માતા-પિતાના મૃત્યુ થયાં હતા. જ્યારે અન્ય સભ્યોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં […]

સુરતમાં પુરીથી ગાંધીધામ જતી ટ્રેનમાંથી ગાંજા સાથે બે પેડલરો ઝડપાયાં

અમદાવાદઃ  સુરત રેલવે સ્ટેશન પર ઓરિસ્સાથી પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં માદક પદાર્થના જથ્થા સાથે બે ડ્રગ્સ પેડલરો વડોદરા રેન્જના એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા. આશરે 42 કિલોથી વધુ ગાંજાનો જથ્થો સેકન્ડ એસીના કોચમાંથી પકડાયો હતો. પોલીસે ગાંજા સાથે પકડાયેલા બંને પેડલરોના રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેમાં માદક પદાર્થ કે અન્ય […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસનું થયું આયોજન

સુરત : આગામી તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. સુરતમાં પણ યોગ દિવસની  રાજયકક્ષાનાં કાર્યક્રમ તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે યોગ દિવસ કાઉન્ટ ડાઉન કાર્યક્રમ અંતર્ગત આજે કેન્દ્રીય સંચાર બ્યૂરો અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગ ભારતી સ્કૂલ, પાંડેસરા ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. […]

સુરતમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 60 ઝાડ પડી ગયા, પાર્ક કરેલા અનેક વાહનો દબાયા

સુરતઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનને હજુ 15થી 20 દિવસ બાકી છે. ત્યારે મેધરાજાએ ઘણા વિસ્તારોમાં પધરામણી કરી દીધી છે. સુરત શહેરમાં ગઈ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે  શહેરમાં કુલ 60 જેટલા ઝાડ પડી ગયા […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી:સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ગણતરીના દિવસો બાકી સુરતમાં યોગાભ્યાસ કાર્યક્રમનું થયું આયોજન 250થી વધુ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધો લાભ  સુરત: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા.૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેને અનુલક્ષીને દેશભરમાં કાઉન્ટડાઉન કાર્યક્રમનાં આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા હીરાબાગ ખાતે આવેલા પી.પી. સવાણી […]

ફળોની રાણી ગણાતી કેરીની વિવિધ 43 જાત, સૌથી રસ મધૂર કેરી કઈ ? પ્રદર્શન યોજાયું

સુરતઃ ઉનાળાની ગરમીમાં મીઠીં મધૂર ગણાતી કેરીની પણ સીઝન હોવાથી લોકો કેરી આરોગતા હોય છે. કેરીની વિવિધ 43 જેટલી જાત છે. અને દરેક કેરીનો સ્વાદ અલગ હોય છે. સુરત શહેરમાં નાયબ બાગાયત નિયામક કચેરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે અઠવાની પનાસ સ્થિત બાયોટેક્નોલોજી કોલેજ ખાતે એક દિવસીય કેરી પ્રદર્શન અને હરિફાઈ સાથે પરિસંવાદ યોજાયો […]

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લીધે રત્ન કલાકારોના ઉનાળુ વેકેશનમાં વધારો થવાની શક્યતા

સુરત:  ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક પરિવારોને રોજગારી આપી રહ્યો છે. જેમાં સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય છે. હીરા ઉદ્યોગમાં ચડતી-પડતી, યાને તેજી-મંદી તો આવ્યા જ કરતા હોય છે. પરંતુ આ વખતે યુક્રેન-રશિયાના યુદ્ધ તેમજ વૈશ્વિક માગમાં ઘટાડાને કારણે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. તેથી સુરતના રત્ન […]

સુરતમાં પોસ્ટની રેલ ગતિ શક્તિ કાર્ગો સેવાને મળ્યો સારો પ્રતિસાદ, 1200 ટન પાર્સલો મોકલાયાં

સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. શહેરની અનેક કાપડ મિલો-પાવરલૂમ દ્વારા સાડીઓ સહિત તૈયાર કરાતા કાપડના પાર્સલોને દેશભરના શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો પરપ્રાંતના વેપારીઓ ઓનલાઈન ઓર્ડર આપીને કાપડ મંગાવી રહ્યા છે. ત્યારે શહેરના વેપારીઓને અન્ય શહેરોમાં પાર્સલો મોકલવામાં મુશ્કેલી પડતી હતી, આથી પોસ્ટ અને રેલવે વિભાગ  દ્વારા રેલ ગતિ […]

સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટીનો પ્રજ્ઞાચક્ષુ પરીક્ષાર્થીઓ માટે નવતર પ્રયોગ

અમદાવાદઃ સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની લેપટોપ થકી પરીક્ષા લેવામાં આવી છે. ટાઈપિંગ,વોઈસ, કમાન્ડ,સ્ક્રીન,રીડર ફીટબેકથકી પરીક્ષાનો પ્રયાસ કર્યો છે. વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનો રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણતા મીત મોદીએ હાલમાં સેમેસ્ટર-4 ની પરીક્ષા રાઇટરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code