1. Home
  2. Tag "surat"

સુરતના ગોદાડરા વિસ્તારમાં સિટીબસમાં આગ લાગી, સદનસિબે કોઈ જાનહાની નહીં

સુરતઃ શહેરમાં સીએનજીતી સંચાલિત સીટી બસમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. શહેરના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સીટી બસમાં શોર્ટ સર્કીટ થતા આગ લાગી હતી. આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી […]

સુરતઃ ડીઆરઆઈએ રૂ. 91 લાખની કિંમતનો ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો

અમદાવાદઃ દારૂ સહિતના નશાકારક પદાર્થોને ઝડપી લેવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન સુરતમાંથી ડીઆરઆઈની ટીમે રૂ. 91 લાખની કિંમતની ઈ-સિગારેટનો જથ્થો ઝપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં એક મોટી ઘટનામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની (DRI) […]

સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે ઈન્કમ ટેક્સ વિભાગે પાડ્યા 40 સ્થળોએ દરોડા

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે સુરત શહેરમાં આવકવેરા વિભાગે 40 જેટલા સ્થળોએ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું હતું. હીરાના મોટા ગજાના વેપારી તથા બે બિલ્ડરો પર સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આઈટીના દરોડાને લીધે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં મતદાન પૂર્ણ થયાના બીજા […]

સુરતના કતારગામમાં ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને ધીમું મતદાન કરાવી રહ્યાનો આપ’નો આક્ષેપ

સુરતઃ ગુજરાતમાં 19 જિલ્લાની કુલ 89 બેઠકો માટે મતદાન આજે એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે. બપોરે ત્રમ વાગ્યા સુધીમાં કોઈ અનિચ્છનિય બનાવ બન્યો નથી. તમામ મતદાન મથકો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી […]

સુરતમાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ, સટ્ટા બજાર અને જમીનની લે-વેચ કરનારી ચાર ફર્મ પર દરોડા

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપએ તમામ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરમિયાન ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ ન થાય તે માટે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બાજ નજર રાખી રહ્યા છે. દરમિયાન આવકવેરા વિભાગે સટ્ટા બજાર તેમજ જમીનની લે-વેચ કરતી […]

શિયાળાની ગલાબી ઠંડીના પ્રારંભ સાથે જ સુરતમાં ઉંબાડિયાના ઠેર ઠેર સ્ટોલ લાગી ગયા

સુરતઃ શિયાળો એટલે અવનવી વાનગીઓ આરોગવાની પણ સીઝન પણ જામતી હોય છે.આમ તો શિયાળાએ હજુ જમાવટ કરી નથી. પરંતુ બજારમાં શાકભાજીની આવકની શરૂઆત થઇ ચૂકી છે. ચાલુ સપ્તાહથી શાકભાજીના ભાવમાં પણ થોડી રાહત મળતા લોકોએ મોટા જથ્થામાં લીલા-તાજા શાકભાજીઓ ખરીદીને મનપસંદ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી છે. શહેર નજીક  હાઇવે પર અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં […]

સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બાખડી પડ્યા, સામસામો કરાયો પથ્થરમારો

સુરત :  ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં સુરત શહેર આમ તો ભાજપનો ગઢ ગણાય છે. સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની સ્ટાઈલમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. બન્ને પક્ષો એકબીજા સામે પ્રહાર કરવાનું છોડતા નથી.ત્યારે ગઈકાલે શહેરમાં  ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને […]

લિગ્નાઈટ સહિત કાચા માલમાં ભાવ વધારો થતા સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ મુશ્કેલીમાં

સુરતઃ શહેરમાં અનેક પાવરલૂમ આવેલી છે. મોટાભાગની ટેક્સટાઈલ મિલો બળતણ તરીકે લિગ્નાઈટનો ઉપયોગ કરે છે. છેલ્લા ઘણા મહિનાથી કાચામાલના બેફામ ભાવવધારાને લઇને ટેક્સટાઇલના મિલ માલિકો ભારે આર્થિક સંકટમાં મૂકાયેલા હતા. એવામાં વળી લિગ્નાઇટમાં  42 ટકા જેટલા ભાવવધારા સામે મિલ માલિકોએ કોલસો નહિ ઉપાડવાનું શસ્ત્ર અજમાવ્યું છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને એક બેઠક તાજેતરમાં મળી […]

ચૂંટણીની મોસમ, સુરતમાં રાજકીય પક્ષોના ધ્વજ, ખેસ, ટોપી, બેનર્સ સહિતનો વેપાર ધમધમવા લાગ્યો

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માત્ર રાજકીય પક્ષોને જ નહીં પણ રાજકારણ સાથે ન જોડાયેલા લોકોને પણ ફાયદો કરાવી આપતી હોય છે. ચૂંટણીમાં ટ્રાન્સપોર્ટેશન, મંડપવાળા, રસોઈયા તેમજ રાજકીય પક્ષોના બેનર્સ,પોસ્ટર્સ, ખેસ ટોપી બનાવનારાઓને કમાણી થતી હોય છે. ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પ્રચાર માટેના કપડાના બેનર્સ, પોસ્ટર્સ, ખેસ, ટોપી સહિતનું સાહિત્ય બનાવવાનો ધંધો 900 કરોડે પહોંચ્યો છે. […]

સુરતમાં ગુમ થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલાએ આખરે ફોર્મ પરત ખેંચ્યુ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ખરાખરીના દાવ ખેલવામાં આવી રહ્યા છે.સુરત  શહેરની પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું. આવી સ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code