1. Home
  2. Tag "surat"

રાજ્યમંત્રી મંત્રી ડૉ. એલ. મુરુગન ગુજરાતની બે દિવસની મુલાકાતે સુરત આવી પહોંચ્યા

સુરત:ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટેના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન ગુજરાતની બે દિવસની મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતાવેંત તેમણે સુરત ખાતે પાંજરાપોળની મુલાકાત લીધી હતી. સુરત પાંજરાપોળ જીવદયાનાં ક્ષેત્રે 250 વર્ષ જૂની જાહેર ટ્રસ્ટ સંસ્થા છે. તેમણે સંચાલકોને […]

સુરતમાં PM નરેન્દ્ર મોદી 30મીએ 3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

સુરતઃ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકાર આજે રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સપના સાકાર કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ વિકાસકાર્યો સંપન્ન થઈ રહ્યાં છે, ત્યારે રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસના અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના […]

સુરતઃ ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે પશુપાલકોએ 300 લીટર દૂધ તાપીમાં વહાવીને નોંધાવ્યો વિરોધ

અમદાવાદઃ ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે માલધારી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન સમગ્ર મામલે આંદોલન કરી રહેલા પશુપાલકોએ આજે દૂધનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જેથી, માલધારી સમાજે આજે દુધ સપ્લાય નહીં કરીને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સુરતમાં માલધારી સમાજના દેખાવકારોએ તાપી નદીમાં દૂધ વહાવીને અનોખો વિરોધ કર્યો […]

હોલમાર્ક વિના જ્વેલરીનું વેચાણ કરનારા સામે તવાઈ, સુરતમાં માનક બ્યુરોના દરોડા

ગાંધીનગરઃ રાજ્યમાં જ્વેલર્સ અને સોના-ચાંદીનું વેચાણ કરતાં શોરૂમ્સ દ્વારા હોલમાર્ક વિનાની જ્વેલરીનું વેચાણ કરતાં હોવાની ફરિયાદો ઉઠતા ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી હોલમાર્ક વગર જ્વેલરીનું વેચાણ કરનારા જ્વેલરી શો રૂમ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરતના અમરોલી જૈન શોપિંગ સેન્ટરમાં આવેલા એક શોરૂમ્સમાં દરોડા પાડીને 311 ગ્રામ હોલમાર્ક વગરની  જ્વેલરી જપ્ત કરવામાં આવી […]

સુરત ખાતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા 115 ખેલાડીઓ પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાશે. સુરતના મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સ્પર્ધાનું શેડ્યૂલ 24 સપ્ટેમ્બર સુધી પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત યોજાશે. આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ […]

વીર નર્મદે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપી અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતોઃ અમિત શાહ

અમદાવાદઃ ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-2022’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન […]

સુરતની 50 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવાયાં

અમદાવાદઃ સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવવાની શરૂઆત કરવામાં આવી છે. દરમિયાન 50 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને સલામતીના પાઠ ભણાવ્યાં હતા. સુરત શહેર પોલીસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા શાળા સલામતી કાર્યક્રમનો સુરતમાં પ્રારંભ કરાયો છે. જેમાં શહેરની ૫૦ વધુ શાળાઓ શાળા સલામતીના પાઠ ભણાવી બાળકોને જાગૃત્ત કરશે. […]

વિકાસને વેગ આપવા માટે CMએ અમદાવાદ અને સુરતની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ  પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી […]

તહેવારો નજીક હોવા છતાં સુરતના કાપડ માર્કેટમાં ઘરાકી ન નિકળતા વેપારીઓની કફોડી સ્થિતિ

સુરત:  દિવાળીના તહેવારોને દોઢથી બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તેમજ પશ્વિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ઊજવાતા દુર્ગાષ્ટમી સહિતના પર્વને પણ મહિનો બાકી રહ્યો છે. આમ તહેવારોને લીધે સુરતના જથ્થાબંધ કાપડ માર્કેટમાં સારીએવી ઘરાકી નિકળી હોય છે. જોકે આ વખતે જોઈએ તેવી ઘરાકી હજુ નિકળી નથી. એટલે વેપારીઓ ચિંતિત બન્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

સુરતઃ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે વિવિધ ગણેશ પંડાલમાં શ્રીજીની પુજા કરી

અમદાવાદઃ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ઓલપાલમાં આવેલા વિવિધ પંડાલોની મુલાકાત લીધી હતી. તેમજ પૂર્જા-અર્ચના કરીને દેશ અને રાજ્ય સતત વિકાસના પંથે અગ્રેસર રહે તેવી શ્રીજીને પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકાના અશોકનગર, માછીવાડ, સાયણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code