1. Home
  2. Tag "surat"

ગુજરાતના પરંપરાગત ઉદ્યોગોને ડિજિટલ ઇન્ડિયા આગળ ધપાવી શકે છે: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

અમદાવાદઃ ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવેલી ડિજિટલ ઇન્ડિયા પહેલ હીરા, કાપડ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા તેના પરંપરાગત ઉદ્યોગોને સમર્થન આપવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેમ ઇલેક્ટ્રોનિક્સ અને IT તેમજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે જણાવ્યું હતું. સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને […]

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. […]

સુરતઃ વર્ષ 1883માં શરૂ થયેલી શાળાને દાનની રકમથી સુવિધાથી સજ્જ સુંદર ભવનમાં ફેરવાઈ

અમદાવાદઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નાનકડા ગામ વાવ ગામમાં 1883ના વર્ષમાં શરૂ થયેલી પ્રાથમિક શાળાને રૂ.બે કરોડનું દાન મેળવી મોટી કોલેજના આધુનિક ભવન જેવી આધુનિક સુવિધાથી સજજ કરવામાં આવી છે.  આદર્શ શિક્ષિકા આચાર્યા પ્રજ્ઞાબહેન પટેલ તથા તેમના સહકર્મચારીઓના અથાર્ગ પ્રયાસથી આ કામગીરીને પૂર્ણ કરવામાં આવી છે.  શાળાને અસંખ્ય એવોર્ડ મળ્યા, વિદ્યાર્થીઓ પણ તેજસ્વી હોય શિક્ષણનું […]

દ.ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ઓલપાડ નજીક બ્રિજનો એક નમી પડ્યો, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો એક ભાગ નમી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત-ઓલપાડને જોડતા બ્રિજનો ભાગ એકાએક નમી પડ્યો હતો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની […]

દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના સુરતમાં 150 બેડ ધરાવતી  કેન્સર, હાર્ટ ઈન્સ્ટીટ્યુટ અને ટ્રોમા સેન્ટર અને મોમ્સ આઈવીએફનું સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની દ્રષ્ટિએ સુરત ટોચના દસ શહેરોમાં સ્થાન મેળવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના નિર્માણથી સુરતમાં આરોગ્ય […]

સુરતમાં નવરાત્રી પહેલા જ ચણિયાચોલીના જથ્થાબંધ વેપારીઓને મોટા ઓર્ડર મળવા લાગ્યાં

સુરતઃ કોરોના કાળ અને ત્યારબાદ પણ વ્યાપક મંદીનો સામનો કરી રહેલા સુરતના કાપડ ઉદ્યોગમાં છેલ્લા મહિનાથી તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. તિરંગા ઉત્સવને લીધે પણ કાપડનો કારોબાર વધ્યો હતો .હવે નવરાત્રીના પર્વને લીધે ચણિયા ચોલી તૈયાર કરનારા જથ્થાબંધ વેપારીઓને સારા પ્રમાણમાં ઓર્ડર મળવા લાગ્યા છે. ગુજરાતના તમામા નાના-મોટા શહેરોના વેપારીઓ ચણિયાચોળીના ઓર્ડર બુક કરાવવા વાગ્યા […]

અમદાવાદ, સુરત, ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂર

અમદાવાદઃ રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ 7 ટાઉન પ્લાનીંગ સ્કીમને સરકારે મંજૂર કરી છે. તેમાં સુરતની 4 પ્રિલીમીનરી ટી.પી, અમદાવાદની અને ભાવનગરની 1-1 પ્રિલીમીનરી ટી.પી તેમજ બાવળાની 1 ડ્રાફટ ટી.પી નો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 27 ભટાર-મજૂરા, […]

સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અલાયદા વોર્ડ ઊભા કરાયા

સુરતઃ શહેરમાં વરસાદી સીઝનમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે. હાલમાં જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે તેના કારણે વાઇરલ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ નોંધનીય રીતે વધી રહ્યા છે. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની […]

સુરતમાં પુણા પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 1.30 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા

સુરત:  રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના PSI  જયદીપસિંહ રાજપુતને રૂપિયા 1.30 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એન્ટિ કરપ્શન બ્યુરોએ  PSI ઉપરાંત એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. દારૂ પકડવાના કેસમાં આરોપીનું નામ નહીં દર્શાવવા લાંચ માગી હતી. જેમાં PSIએ રૂપિયા 5 લાખની માગણી કરી હતી […]

‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈક્વોન્ડા ચેમ્પીયનશીપ’માં વડોદરાની ટીમ 13 ગોલ્ડ મેડલ મેળવી અગ્રેસર રહી

અમદાવાદઃ સુરતમાં તાજેતરમાં ‘ઓપન ગુજરાત સ્ટેટ તાઈકવોન્ડો ચેમ્પીયનશીપ’ યોજાઈ હતી. જેમાં વડોદરાની તાઈક્વોન-ડો ટીમે સનિયર અને સબ જુનિયર ગ્રુપમાં 13 ગોલ્ડ મેડલ મેળવીને રાજ્ય સ્તરે અગ્રેસર સ્થાન મેળવ્યું હતું. 13 ગોલ્ડ મેટલ પુમ્સેમાં મળ્યાં હતા. બ્લેક બેલ્ટમાં મિમાંશા ભટ્ટે બે ગોલ્ડ મેડલ (ગ્રુપ અને પૈર પુમ્સે)માં જીત્યાં હતા. આવી જ રીતે કલર બેલ્ડમાં ભાવિની સુતારએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code