1. Home
  2. Tag "surat"

સ્ટીલ મંત્રીએ સુરત ખાતે પ્રથમ 6 લેન હાઇવે રોડનું ઉદ્ઘાટન કર્યું,સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલ રોડ

અમદાવાદ: કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામ ચંદ્ર પ્રસાદ સિંહે બંદરને શહેર સાથે જોડવા માટે સુરત ખાતે સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને બનાવેલા પ્રથમ 6 લેન હાઇવે રોડનું ઉદ્ઘાટન કર્યું હતું.રસ્તાનું ઉદ્ઘાટન કરતી વખતે, મંત્રીએ તમામ કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરીને ચક્રીય અર્થતંત્ર અને સંસાધન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.તેમણે ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી કે […]

સુરતના માંગરોડમાં ડુક્કરના શિકાર માટે ગોઠલેલો લસણિયો બોમ્બ ફાટ્યો, મહિલા અને બાળક ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે તારમાં કરંટ પાસ કરવા સહિતની ગેરકાયદે પ્રવૃતિ આચરે છે, દરમિયાન દક્ષિણ ગુજરાતના માંગરોળમાં લસણીયો બોમ્બ ફાટવાની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતા. આ દૂર્ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળના વડ […]

સુરતના એસટી ડેપો મેનેજરનો પાસવર્ડ ચોરીને લાખોનું કૌભાંડમાં કરનારા 5 શખસો પકડાયા

સુરત : ભેજાબાજો શોર્ટકટથી રૂપિયા કમાવવાના કિમીયા શોધી લેતા હોય છે. હાલ ગુજરાત એસટી દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન માટે રિફન્ડ પણ ઓનલાઈન સીધા એકાઉન્ટમાં જમા કરવામાં આવતું હોય છે. આથી સુરતના કેટલાક બુકિંગ એજન્ટોએ એસટીના ડેપો મેનેજરો પાસ વર્ડ અને યુઝર નેમ ચોરી લઈને લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જોકે સાયબર ક્રાઈમે પાંચ […]

સુરતઃ એરપોર્ટનું નવું વર્લ્ડ-ક્લાસ ટર્મિનલ બિલ્ડીંગ બનશે

અમદાવાદઃ ભારતમાં હીરા અને કાપડના વ્યવસાયનું સુરત હબ બન્યું છે. મોટી સંખ્યામાં હવાઈ પ્રવાસીઓને આકર્ષે છે. પેસેન્જર ટ્રાફિકમાં થયેલા ભવ્ય વધારાને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) રૂ. 353 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે એરપોર્ટના સર્વગ્રાહી વિકાસ માટે વ્યાપકપણે કામ કરી રહી છે. વિકાસ પ્રોજેક્ટમાં હાલના ટર્મિનલ બિલ્ડીંગને 8474 ચો.મી.થી 25520 ચો.મી. સુધી વિસ્તરણનો સમાવેશ […]

સુરતમાં ઈ-વાહનોમાં વધારો થતા હવે શહેરમાં 50 જેટલા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે

સુરતઃ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસામાન્ય વધારો થતાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થયો હતો. જેમાં સૌથી વધુ ઇ-વાહનોનું વેચાણ સુરતમાં નોંધાયું છે. વર્ષ 2021-22માં 9 હજાર વાહનોનું વેચાણ નોંધાયું છે. આ સાથે સુરત શહેરમાં રાજ્યમાં ઇ-વાહનોની ખરીદી માટેનું હબ બન્યું છે. વાહનોનું વેચાણ વધ્યું છે પરંતુ ચાર્જીંગ સ્ટેશનના અભાવે હજુય લોકો ઇ-વાહનની ખરીદી કરતા મુંઝવણ અનુભવી રહ્યા […]

સુરતના ડાયમંડ બુર્સનું કામ પૂર્ણ, 5મી જુને સભાસદોનું સ્નહ મિલન, PMના હસ્તે લોકાર્પણ કરાશે,

સુરતઃ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં આકાર પામ્યું છે. જેના નિર્માણનું 100 ટકા કામ પૂર્ણ થયું છે, હવે ડાયમંડ બુર્સના લોકાર્પણ માટે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે. બીજીબાજુ આગામી પાંચમી જૂને ગણેશ સ્થાપના સાથે ટ્રેડિંગ હબના સભાસદોના એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ બુર્સ(એસડીબી)ના […]

સુરતઃ આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વર બતાવીને બે શખ્સોએ રૂ. 33 લાખની લૂંટ ચલાવી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રૂ. 33 લાખની લૂંટ ચલાવી હતી. લાખોની લૂંટ ચલાવીને લૂંટારૂઓ મોટરસાઈકલ લઈને ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી […]

સુરતમાં માત્ર એક જ ટિકિટમાં BRTS અને સિટી બસમાં દિવસભરમાં ગમે તેટલી મુસાફરી કરી શકાશે

સુરત: શહેરમાં વધતા જતા ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા માટે વન ટિકિટ વન-ડે જર્નીનો પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એક ટીકીટ લઈને  સિટી અને BRTS બસમાં મુસાફરી કરી શકાશે, જેણા કારણે સમયનો બચાવ પણ થશે. સિટી-BRTS બસમાં રૂપિયા 25 ની ટિકિટ લઈને પ્રવાસી આખો દિવસ અનલિમિટેડ મુસાફરી કરી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વાહનોની સંખ્યામાં ખૂબ […]

સુરતનો કાપડ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો, લગ્નસરાની સીઝનમાં પણ ઘરાકી ન નીકળી

સુરત :  દેશમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના આસમાને પહોચેલા ભાવને લીધે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ અસામાન્ય વધારો થયો છે. મોંઘવારી સામે ટકવા લોકો પોતાના ખર્ચમાં પણ ઘટાડો કરી રહ્યા છે. અસહ્ય મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિ પણ ઘટી ગઈ છે. ત્યારે સુરતનો કાપડ ઉદ્યોગ પણ મંદીની ગર્તામાં ધકેલાયો છે. લગ્નસરાની સીઝન હોવા છતાં કાપડના વેપાર […]

સુરતઃ રાંદેર અને કતારગામના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને પહોંચી મનપાનું વિશેષ આયોજન

અમદાવાદઃ સુરતના રાંદેર અને કતાર ગામ ઝોનમાં પાણીની સમસ્યાના કાયમી ઉદેલ માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બંને ઝોનના અનેક વિસ્તારોમાં ટ્રીટેડ પાણીના જથ્થાના આયોજનના ભાગરૂપે વરિયાવ ખાતે ઈન્ટેકવેલ તથા જહાંગીરપુરા સબસ્ટેશન માટે ઉપલબ્ધ જગ્યામાં વોટર ટ્રીય પ્લાન્ટ, બુસ્ટર હાઉસ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, રો-વોટર ટ્રાન્સમિશન લાઈન બનાવવાનું મનપાએ નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ પાછળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code