1. Home
  2. Tag "surat"

સુરતમાં હીટ & રન, પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા યુવાનું મોત, એકને ઈજા

સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને  પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના […]

સુરતઃ માતા-દીકરી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરનારા આરોપીને ફાંસીની સજાનો આદેશ

અમદાવાદઃ સુરતમાં માતા-પુત્રી ઉપર બળાત્કાર ગુજારીને તેમની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે બે આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની અને તેને મદદગારી કરનાર આરોપીને આજીવન કેસની સજા સંભળાવી હતી. મુખ્ય સુત્રધાર હર્ષસહાય રામરાજ ગુર્જર અને તેને મદદ કરનાર હરિઓમ ગુર્જરને દોષિત ઠેરવ્યા હતા. સરકારી વકીલે સમાજમાં દાખલે બેસી તેવી સજા કરવાની માંગણી […]

ઘરના બેડરૂમનો ઓટોમેટિક દરવાજો લોક થઈ ગયો, બે વર્ષના બાળકને ફાયર જવાનોએ બચાવ્યો

સુરતઃ  શહેરના વેસુ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં બીજા માળે એક પરિવારનું બે વર્ષની ઉંમરનું બાળક બેડરૂમમાં રમતું હતું. દરમિયાન બેડરૂમના દરવાજા પર ઓટોમેટિક સેફ્ટી લોક હોવાથી દરવાજો અચાનક બંધ થતાં જ લોક થઈ ગયો હતો. દરવાજાની ઓટોમેટિક લોકની ચાવી પણ બંધ થયેલા બેડરૂમમાં હતી અને બે વર્ષનું બાળક પણ બેડરૂમમાં પુરાઈ જતા રડવા લાગ્યું હતું. […]

સુરતમાં આરટીઓની બોગસ રસિદો,આરસી બુક,બનાવવાનું કૌભાંડ પકડાયું

સુરત : શહેરમાં આરટીઓની બોગસ રસિદો, આરસી બુક, આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ પકડાયુ છે. આરટીઓ કચેરીની બોગસ રસીદો પર બનાવટી સહી સિકક્કા બનાવી, બનાવટી આરસીબુક, આધારકાર્ડ, મતદાન કાર્ડ બનાવી સરકારને આર્થિક રીતે નુકશાન પહોંચાડનારી ગેંગનો પર્દાફાશ ડિંડોલી પોલિસે કર્યો છે. જેમાં પોલીસે પ્રિન્ટર, રોકડ, કોરા આધારકાર્ડ સહિત રૂ 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગેંગ બોગસ […]

સુરતમાં ઓવરબ્રીજને પાણીથી ધોવા માટે ખાનગી એજન્સીને 23.31 લાખનો કોન્ટ્રાક્ટ અપાશે

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો કેટલીકવાર મંનઘડત નિર્ણય લઈને વિવાદમાં આવતા હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત એટલી બધી સારી નથી. છતાં ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહ્યા છે. બીજીબાજુ જે ફરજો બજાવવાની છે. એમાં હાથ ઊચા કરી રહ્યા છે. તાજેતરમાં શહેરના ગાર્ડન પીપીપી ધોરણે પધરાવવાની હિલચાલ શરૂ કરી છે. એટલે ગાર્ડનમાં જવા માટે પણ શહેરીજનોએ […]

સુરતમાં હવે મોટા બાગ – બગીચાઓ પણ પીપીપી ધોરણે માનીતાઓને પધરાવી દેવાશે

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને પણ હવે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ યાને જનભાગીદારીનો મોહ લાગ્યો છે. હવે તો ખર્ચ ઘટાડવા માટે જાહેર સેવાને પણ પીપીપીના રૂપાળા માને માનીતાઓને પધરાવી દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશને અત્યાર સુધીમાં સાત મોટા ગાર્ડન પીપીપી ધોરણે આપી દીધા છે અને આઠ મોટા ગાર્ડનને પીપીપી મોડલ પર આપવાની કામગીરીના કારણે ગાર્ડનના મેઈન્ટેનન્સમાંથી મુક્તિ મળી […]

સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો

સુરતઃ શાળાઓમાં ભણતા કેટલેક સગીર વયના બાળકો પણ ટીવી અને સોશ્યલ મીડિયાને લીધે ગુનાઈત પ્રવૃતી તરફ ધકેલાઈ જતા હોય છે. શહેરમાં તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને લઈને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોલીસે પણ ગુનાખોરીને લગામ કસવા માટે એકશન મૂડમાં આવી ગઈ છે. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક […]

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]

સુરત અને ઉધના રેલવે સ્ટેશનની નવિન સુવિધાઓનું કાલે શનિવારે રેલરાજ્ય મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરાયું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવુ પ્લેટફોર્મ, તેમજ રિનોવેશનનું કામ પૂર્ણ કરાયું છે, ઉપરાંત સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારને એસ્કેલેટર, શેડ, લેવલ-સરફેસિંગ, કોચ ઈન્ડિકેટર, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચારેય પ્લેટફોર્મને જોડતા ફૂટ ઓવરબ્રિજનું નવીનીકરણ અને GRP પોલીસ સ્ટેશન સુધી વિસ્તરણનો પણ સમાવેશ થાય છે. આવતીકાલે […]

સુરતમાં સચિન વિસ્તારના તળાવમાં ત્રણ બાળકો ડુબ્યાં, બેના મૃતદેહ મળ્યાં

સુરતઃ શહેરના સચિન  જીઆઈડીસી વિસ્તારના એક તળાવમાં 3 બાળક ડૂબી ગયાં હોવાની જાણ થતાં પોલીસ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code