1. Home
  2. Tag "surat"

સુરતના ગવિયર તળાવમાં લૂપ્ત થતી જળબિલાડીનું ઝૂંડ જોવા મળતા આશ્વર્ય

સુરત : શહેર નજીક આવેલા ગવિયર તળાવમાં ગુજરાતમાં લુપ્ત થનારા જળબિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યું છે. અતિ દુર્લભ કહી શકાય એવી જલબિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. આવા વિસ્તારમાં ગવિયર તળાવ કુદરતી સૌંદર્ય ફેલાવી રહ્યું છે અને સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલા આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન […]

સુરતમાં પી પી સવાણી સ્કુલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરી આવતા વિવાદ

સુરતઃ કર્ણાટકમાં હિજાબ વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સુરતમાં પણ હિજાબ મુદ્દે વિવાદ ઊભો થયો છે. સુરતના વરાછામાં પીપી સવાણી શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠા થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા શાળામાં જઇને વિરોધ નોંધાવતાં સાતથી આઠ જેટલા વિશ્વ હિન્દુ પરિષદના […]

સુરતના પુણામાં મચ્છરોના ત્રાસ સામે લોકોએ મચ્છરદાની પહેરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો

સુરતઃ શહેરમાં પુણા વિસ્તારમાં ઈશ્વર નગર સોસાયટી વિભાગ-2 બાપા સીતારામની મઢુંલી પુણાગામના રહીશોએ  આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ખાડીના કારણે પુણા વિસ્તારમાં 15થી 20 જેટલી સોસાયટીઓ ગંદકીથી દુર્ગંધને કારણે ત્રસ્ત થઈ ગઈ છે. અને આ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવે લોકોની ઊંઘ હરામ કરી નાંખી છે. પુણા ગામના રહિશો  મચ્છરદાની પહેરીને ઘરની બહાર ફરતા દેખાતાં સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય […]

કોલસાના ભાવ વધારાથી કંટાળેલા સુરતના ડાઇંગ મિલરો હવે સોલાર એનર્જી તરફ વળ્યા

સુરતઃ કોરોનાના પ્રથમ કાળથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. હાલ ટેક્સટાઈલ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. ઉદ્યોગકારો ઉત્પાદન ઘટાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોલસાના  ભાવ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કોલસા આધારિત કાપડ મિલોની ચિંતા વધી રહી છે. કોલસાની માથાકૂટ દૂર કરવા પાંડેસરાના આઠ એકમોએ કોલસાનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો […]

સુરતને સ્માર્ટ સિટી બનાવવા સરકારનો વધુ એક પ્રયાસ, 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે

સુરત વધારે પ્રગતિ કરશે સરકારની જોરદાર તૈયારી 2953 કરોડના ખર્ચે 81 પ્રોજેક્ટ સાકાર કરાશે સુરત: ગુજરાત રાજ્યમાં અમદાવાદની સાથે સાથે સુરત શહેરમાં પણ જોરદારા વેપાર-બિઝનેસ અને ગ્રોથ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકો રોજગારી અને વસવાટ માટે આવે છે ત્યારે સુરતના વિકાસને વધારે સાથ મળે તે માટે સરકાર દ્વારા વધુ એક તૈયારી બતાવવામાં […]

ગ્રીષ્મા હત્યા કેસઃ પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું

યુવતીની સરાજેહાર છરાના ઘા મારી હત્યા કરાઈ હતી આરોપી યુવતીને ઘણા સમયથી પરેશાન કરતો હતો સમગ્ર કેસની તપાસ માટે સિટની કરાઈ રચના સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવતા ગ્રીષ્મા હત્યા કેસમાં તપાસનીશ એજન્સીએ આરોપી ફેનિલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે તાજેતરમાં જ સરાજાહેર ગ્રીષ્માની હત્યા કર્યાં બાદ […]

સુરતમાં હત્યાના બનાવો વધ્યા –  ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો

સુરતના ભેસ્તાનમાં સામાન્ય બાબતમાં યુવકની હત્યા ભેસ્તાનમાં યુવક પર ચપ્પુના ઘા ઝીંકીને કરાઈ હત્યા   સુરતઃ- ડાયમંડ સિટી સુરતમાં અવારનવાર હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે, હજી તો 4 દિવસ પહેલા જ એક યુવતીને એક તરફી પ્રમેમાં પાગલ યુવે જાહેરમાં ગળું કાપીને હત્યા કરી હતી ત્યારે ફરી સુરતના ભેસ્તાન વિસ્તારથી આવી જ એક હત્યાના સમાચાર […]

સુરતના આંત્રોલીમાં બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન ડાયમંડ આકારનું બનાવાશે

સુરતઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામમાં હવે બુલેટની ગતિએ ઝડપ વધી રહી છે. કોરોનાને લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક સમયે ધીમો થયો હતો. પરંતુ છેલ્લા છ માસથી સમગ્ર પ્રોજેક્ટ વેગીલો બન્યો છે. રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશેએ સુરતમાં બનનારા ડાયમંડ આકારના બુલેટ ટ્રેનના સ્ટેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરીને સમગ્ર પ્રોજેક્ટ ગતિએ આગળ વધી રહ્યો છે તેની […]

અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગુનેગારોને કંન્ટ્રોલ કરવા પોલીસને ‘ટેઝર ગન’ અપાશે

અમદાવાદઃ પોલીસની પકડમાંથી નાસી છુટતા અથવા પોલીસ પર હુમલા જેવી ઘટનામાં આરોપીને પકડી શકાય તેવા આશય સાથેઅમદાવાદ સહિત ચાર મહાનગરોની પોલીસને ટ્રેઝરગન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક ફુટ દૂરથી ટારગેટ પર ફાયર કરી શકે તેવી આ ટ્રેઝર ગનની ગોળીથી કોઈપણ વ્યક્તિના સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને પાંચ મીનીટ સુધી બેભાન થઈને ઢળી પડે છે. […]

પોલીસ ફરિયાદ દાખલ કરવા સિનીયર સિટીઝન્સ માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સિનીયર સિટીઝન્સને પોલીસ ફરિયાદ દાખલ કરવા કલાકો રાહ ન જોવી પડે તે માટે વિશેષ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તેમજ અલથાણ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટે લાઇબ્રેરી, હોલ અને ગાર્ડન બનાવવામાં આવશે. તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં સિટીલાઈટના ગ્રીન એવેન્યુ વોકિંગ સ્ટ્રીટ ખાતે લક્ષ્મીનારાયણ સેવા સમિતિ દ્વારા નિર્મિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code