1. Home
  2. Tag "surat"

સુરતના ચકચારભર્યા બાળકી પરના રેપ અને હત્યાના કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી

સુરતઃ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરતમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાના બનાવમાં કોર્ટે આરોપીને ફોસીની સજા ફટકારી છે, સુરત શહેરના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. સોમવારે આરોપીને આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. […]

સુરતમાં જોબવર્ક કરતા એમ્બોઈડરીના કારીગરોને બાકી લહેણા ટ્રેડર્સ આપતા ન હોવાની રજુઆત

સુરતઃ શહેરમાં એમ્બોઈડરીના જોભ વર્ક કરતા કારીગરોનું પેમેન્ટ ટ્રેડર્સ દ્વારા છૂટું કરવામાં આપતું ન હોવાથી કારીગરો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.  આથી કારીગરોને તાત્કાલિક પેમેન્ટ મળે તે માટે ટેક્સટાઈલ એમ્બ્રોઈડરી જોબવર્ક એસસોસિએશન દ્વારા રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, એમ્બ્રોઈડરી ખાતેદારનું અંદાજે રૂ.2 હજાર કરોડનું પેમેન્ટ છુટું કરાયું નથી. […]

સુરતના ગાર્ડનમાં 159 જેટલી ડેકોરેટિવ LED લાઈટ્સ તસ્કરો ઉઠાવી ગયા

સુરતઃ  શહેરના વેસુ કેનાલ રોડ પર મ્યુનિ.કોર્પોરેશન  દ્વારા આઇકોનિક વોક વે એન્ડ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. એલઇડી ડેકોરેટીવ લેટરન લાઇન નંગ 159,  કિંમત રૂપિયા 3.18 લાખની ચોરી કરીને બે યુવાનો ભાગી ગયા હતા. ઇલેક્ટ્રીક થાંભલા પર ચડીને  કિંમતી એલઈડી લાઈટ્સની ચોરી કરતા બે બાઇક સવાર સીસીટીવીમાં કેદ થયા હતા. આ વિસ્તારમાં સુરત કોર્પોરેશન દ્વારા […]

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]

સુરતઃ પ્રદુષણ ઘટાડવા માટે ચાર વર્ષમાં રૂ. 487 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગનો ભારત સહિત દુનિયાના તમામ દેશો સામનો કરી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગના પગલે વાતાવરણમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ પ્રદુષણને અટકાવવા માટે તમામ દેશો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં પ્રદુષમની સમસ્યાનો પ્રજા સામનો કરી રહી છે. દરમિયાન પ્રદુષણને અટકાવવા માટે સુરત મનપા દ્વારા આગામી 4 […]

માદક દ્રવ્યોની હેરાફેરીમાં હવે મહિલાઓ બાદ સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે તપાસ આરંભી છે. બીજી તરફ નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનારાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. હવે મહિલાઓ અને બાળકો મારફતે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં એક મહિલા ગાંજા સાથે ઝડપાઈ હતી. દરમિયાન આજે સુરતમાં એક વિદ્યાર્થી અફીણ સાથે […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

સુરતઃ ઓમીક્રોન વેરિયન્ટના ભય વચ્ચે 3 દિવસમાં વિદેશથી આવેલા 41 પ્રવાસીઓને કરાયાં ક્વોરેન્ટાઈન

અમદાવાદઃ  સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં વિદેશથી 41 જેટલા મુસાફરો આવ્યા છે. આ તમામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી મળેલા અને વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટથી વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતર્કતા દાખવવાનું શરૂ થયું છે. નવી ગાઇડલાઇન પ્રમાણે આ વેરિયેન્ટ જ્યાંથી પ્રસર્યો છે, એ સાઉથ આફ્રિકા સહિતના […]

અમદાવાદ અને સુરતના કાપડના વેપારીઓના ઉધારમાં આપેલા માલના કરોડો રૂપિયા ફસાયા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વેપાર-ઉદ્યોગે ખૂબ નુકશાની સહન કરી હતી. કોરોનાના કાળ બાદ સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા જનજીવન ધબકતું થતાં વેપાર- ઉદ્યોગમાં પણ તેજીનો સંચાર જોવા મળ્યો હતો. દરમિયાન કાપડ ઉદ્યોગમાં પણ સારીએવી ઘરાકી નિકળી હતી. અને અમદાવાદ અને સુરતના વેપારીઓ અગાઉની પાર્ટીઓને ઉધારમાં માલ આપવા લાગ્યા હતા. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, […]

સુરતના પાંડેસરામાં આવેલી મીલમાં ભીષણ આગઃ મોટી દુર્ઘટના ટળી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મીલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાણીના મારો ચલાવીને આગ ઉપર કાબુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code