1. Home
  2. Tag "surat"

સુરતઃ સોના-ચાંદી અને અન્ય ધાતુથી બનેલા અદભૂત શિવલિંગની કરાઈ પ્રાણપ્રતિષ્ઠા

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિના હજુ ગઈકાલે જ પૂર્ણ થયો છે. ગઈકાલે સોમવતી અમાસ અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોવાથી શિવાલયોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દરમિયાન ડાયમન્ડ સિટી તરીકે જાણીતા સુરતના વેસુમાં ચંદ્રશેખર મહાદેવ મંદિરમાં 51 કિલો સોના-ચાંદીથી બનેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. સોનુ, ચાંદી, તાંબુ, પીતળ, કાંસ અને લોખંડની મિક્ષ ધાતુંથી […]

સુરતમાં કાપડ ઉદ્યોગમાં કામકાજ રાબેતા મુજબ બનતા રેલવેના પાર્સલ વિભાગને મહિને એક કરોડની આવક

સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે. અને તેથી જનજીવન રાબેતા મુજબ થતાં ઉદ્યોગ-ધંધા પણ પહેલાની જેમ જ ધમધમવા લાગ્યા છે. તેની સીધી અસર રેલવેના પાર્સલ વિભાગને થઇ છે. છેલ્લા ત્રણ વર્ષના ઇતિહાસમાં સુરત રેલવે સ્ટેશનના પાર્સલ વિભાગને ગયા ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ એક કરોડ રૂપિયાની આવક થવા પામી […]

સુરતના કપડાં ઉદ્યોગને મળશે વેગઃ ખાસ કપડાં પાર્સલ ટ્રેન શરૂ કરાવાઈ

અમદાવાદઃ કોરોના મહામારીને વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે, જો કે, હવે ફરીથી વેપાર-ધંધા પાટે ચડી રહ્યાં છે. દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગને વેગ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ખાસ કપડાં પાર્સલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ છે. સુરતથી કપડાની સામગ્રી સાથે 25 ડબ્બાની ખાસ ટ્રેન રવાના થઈ હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, સસ્તા, ઝડપી […]

કોરોના મહામારીઃ સુરતની એક સ્કૂલની બે વિદ્યાર્થીઓ થયાં સંક્રમિત, હાલ શાળા બંધ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા તંત્ર દોડતું […]

સુરતના ડાયમંડના વેપારીઓની ચપળતા, હાથમાં આવેલી મહત્વની તકનો આ રીતે કર્યો ઉપયોગ

સુરત: ગુજરાતનું એવું શહેર કે જે દેશભરમાં ડાયમંડના વેપાર માટે ઓળખાય છે. નામ તો તમે જાણી જ ગયા હશો. હા.. વાત છે સુરતની.. કે જ્યાં એક સમય એવો હતો કે લોકો રિયલ ડાયમંડની જ માંગણી જ કરતા હતાં. જોકે હવે સમય બદલાયો છે. તો વાત એવી છે કે ડાયમંડના વેપારમાં હવે બદલાવ જોવા મળી રહ્યા […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું મશીન, ખેડૂતોને થશે આ રીતે ઉપયોગી

ગુજરાત માટે ગૌરવની વાત ખેડૂતો માટે ઉપયોગી એવું મશીન સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું આ મશીનથી માટીમાં ભેજના પ્રમાણને જાણી શકાય છે સુરત: વિશ્વની અગ્રણ અવકાશી સંસ્થા નાસા અન્ય ગ્રહો પર માઇક્રોવેવ સેન્સરથી મેપિંગ કરીને ત્યાંની માટી અંગે જાણકારી લેતી હોય છે. પરંતુ સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને […]

સુરતઃ સ્કૂલ-કોલેજમાં કોરોનાનો કેસ મળશે તો 7 દિવસ માટે ઓફલાઈન એજ્યુકેશન કરાશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળા સંચાલકો અને સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. જો સ્કૂલ-કોલેજમાં એક પણ કોવિડ-19નો પોઝિટિવ કેસ સામે આવશે તો જે તે સ્કૂલ-કોલેજને સાત દિવસ માટે બંધ […]

અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ: સુરતના કાપડના વેપારીઓના કરોડોના પેમેન્ટ સલવાયાં

સુરતઃ અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ સત્તા હસ્તગત કર્યા બાદ અરાજકતાભરી સ્થિતિ ઊભી થઈ છે. અનેક દેશોએ રાજદ્વારી સંબંધોનો અંત લાવીને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. આમ રાજકીય ક્ષેત્રે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સાથેનો વેપાર-વણજ ઠપ થઈ જતાં સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. કહેવાય છે કે, કાપડના નિકાસકારોનું કરોડો રૂપિયાનું પેમેન્ટ અટવાઈ […]

લો બોલો, 12 હજારની ઠગાઈ કેસમાં પોલીસથી બચવા માટે ફરાર આરોપી બન્યો સાધુ

અમદાવાદઃ સુરતમાં લગભગ 26 વર્ષ પહેલા રૂ. 12 હજારની છેતરપીંડીના કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઠગાઈ બાદ પોલીસથી બચવા માટે આરોપી સાધુ બનીને નામ પણ બદલી નાખ્યું હતું. તેમજ રાજ્યના વિવિધ મંદિરોમાં રહેતો હતો. આરોપી વર્ષમાં એક વાર પોતાના વતન ભાવનગર જતો હતો. દરમિયાન પોલીસે તેને ભાવનગરથી ઝડપી […]

સુરત વોટર પ્લસ સિટી બન્યુ, ગંદા પાણીને ટિટ્રેડ કરી વર્ષે 140 કરોડની મ્યુનિને કમાણી

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020માં વોટર પ્લસ હેઠળ સુરતને ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેરનું બીરૂદ મળ્યું છે. સુરત ભારતનું પહેલું એવું શહેર બન્યું છે. જયાં ગંદા પાણીના પ્રોસેસ માટે 11 જેટલા સુએઝ પ્લાન્ટ છે. તથા ટ્રીટેડ વોટરના રી યુઝ માટે 2 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગંદા પાણીની રિ યુઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code