1. Home
  2. Tag "surat"

લો બોલો, સુરતમાં તાપી નદી પર નવા બનાવેલા ઓવરબ્રીજ પરની ટાઈલ્સ 4 દિવસમાં ઉખડી ગઈ

સુરતઃ રાજ્યમાં કોરોડો રૂપિયાના ખર્ચે અનેક વિકાસ કામો ચાલી રહ્યા છે. સુરતમાં ચાર દિવસ પહેલા જ રૂપિયા 90 કરોડના ખર્ચે તાપી નદી પર બનાવેલા ઓવરબ્રીજનું લોકર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. લોકાર્પણ કરાયાના ચાર દિવસમાં બ્રીજની ટાઈલ્સ ઉખડી જતાં અને તેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં બ્રીજ બનાવવામાં વ્યાપક ભષ્ટ્રાચાર થયાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. […]

વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે. સુરતમાં […]

સુરતમાં CM રૂપાણીએ 115માં બ્રિજનું કર્યું લોકાર્પણ, કહ્યું – અમે લોકોને ઘરનું ઘર આપવા ઠાલા વચનો આપીને છેતર્યા નથી

આજે સુરતની મુલાકાતે છે સીએમ વિજય રૂપાણી સીએમ રૂપાણીએ અનેક પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ આ દરમિયાન કોંગ્રેસ અને આપ પર પણ નિશાન સાધ્યું સુરત: આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ ત્યાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 90 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે […]

સુરતઃ દર્શનાબેનને ટેક્સટાઈલ મંત્રાલયની જવાબદારી સોંપાતા કાપડા ઉદ્યોગકારોને પડતર પ્રશ્નો ઉકેલાવાની આશા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં સુરતના મહિલા સાંસદ દર્શનાબેન જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. ટેક્સટાઈલ વિભાગની જવાબદારી પિયુષ ગોયલ અને દર્શનાબેનને સોંપવામાં આવી છે. જેથી કાપડ ઉદ્યોગથી ધમધમતા સુરતના ટેક્સટાઈલના વેપારીઓને પોતાના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા બંધાઈ છે. તેમજ સરકાર પાસે પેન્ડિંગ રૂ. 625 કરોડનું રિફંડ છૂટું […]

ગ્લોવલ વોર્મિંગ વચ્ચે સુરતવાસીઓએ ચીંધી નવી રાહ, એક શેરીના 200 જેટલા ફૂલ-છોડ અને વૃક્ષોનું કર્યું જતન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પર્યાવરણના જતન માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં પણ સરકાર દ્વારા વૃક્ષા રોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, સુરતની એક શેરીમાં વસવાટ કરતા 40 પરિવારોએ પર્યાવરણના જતન માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. શેરીમાં […]

કોરોના કાળમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક થતાં હવે આવક વધારવા પર જોર

સુરત: કોરોનાના કપરા કાળમાં વેપાર ધંધા ઠપ થતા સુરત મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ ઘટાડો થયો હતો. ઉપરાંત સરકારી વિભાગોની પણ આર્થિક સ્થિતિ કફોડી બની હતી. કોરોના કાળમાં મેડિકલ ખર્ચ વધતા મ્યુનિની  તિજોરી પર કરોડો રૂપિયાની અસર પડી છે. જેના કારણે સુરત મ્યુનિ. દ્વારા હવે અન્ય સંસાધનો થકી ખર્ચ બચાવી રહી છે અને સાથે-સાથે આર્થિક ઉપાર્જન કરી […]

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના પગલે સુરતમાં હવે ઈ-વાહનનો ક્રેઝ વધ્યોઃ બે મહિનાનું વેઈટીંગ

સુરતઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચતા હવે વાહનો ચલાવવા ખૂબજ મોંઘા પડી રહ્યા છે. લોકોને હવે વાહન ચલાવવું પરવડતું જ નથી. એટલે ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં સુરતમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી […]

સુરતના વેપારી-ઉદ્યોગપતિને મળશે રાહતઃ વધુ પાંચ હવાઈ સેવા શરૂ કરાશે

સુરત-જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, જબલપુરની ફ્લાઈટ સેવા શરૂ કરાશે 17મી જુલાઈથી શરૂ કરાય તેવી શકયતા અમદાવાદઃ સુરતને હીરા અને કાપડ ઉદ્યોગનું હબ ગણવામાં આવે છે. કોરોનાને કારણે સુરતના વેપાર-ઉદ્યોગને માઠી અસર પડી છે. જો કે, હવે ધીમે-ધીમે વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. ઉદ્યાગપતિએ વેપારીઓને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી […]

સતર્ક સુરત પોલીસ: અન્ય રાજ્યોના 95 ડ્રગ્સ માફિયા પાસેથી 10 મહિનામાં 3.33 કરોડનું ડ્રગ્સ ઝડપ્યુ

ડ્રગ માફિયાઓ માટે કાળ બની સુરત પોલીસ છેલ્લા 10 મહિનામાં 95 આરોપીને દબોચ્યા 3.33 કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત સુરત : ડ્રગ્સના ધંધા તથા રેકેટને રોકવા માટે તમામ રાજ્યોની પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સનો વેપાર વધ્યો હોય તેમ જણાય છે. ત્યારે સુરત પોલીસએ પણ આ બાબતે નોંધપાત્ર રીતે […]

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની અસર સુરતના કાપડ માર્કેટ પર પડી, જોબ ચાર્જમાં 10 ટકાનો વધારો

સુરત : મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જાય છે. એમાં પેટ્રોલ- ડિઝલના ભાવ સાતમાં આસમાને પહોંચતા તેના લીધે તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટેશન પર અસર પડી છે, જેથી અનેક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે સુરતના ટેક્સટાઈલ બિઝનેસ પર પણ તેની અસર પડી છે. કોલસાના ભાવમાં વધારો થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code