1. Home
  2. Tag "surat"

સુરતમાં હીરાના કારખાનામાં છરીની અણીએ હીરાની લૂંટ કેસમાં ત્રણ હીરાઘસુ પકડાયા

હીરાઘસુઓએ ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી, CCTVના કૂટેજથી લૂંટારૂ શખસો પકડાયા, કારખાનાના કારીગરે ટિપ્સ આપી હતી સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરતના એક હીરાના કારખાનાંમાં ત્રણ શખસોએ છરીની અણીએ બે કારીગરોને ઘમકાવીને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટ […]

સુરતમાં નકલી RC બુકનું કૌભાંડ પકડાયું, અજન્ટોની મદદથી ચાલતો હતો કારોબાર

370 નકલી આરસી બુક 100 કોરા સ્માર્ટ કાર્ડ મળ્યા, લોન બાકી હોય એવા વાહનોની નકલી આરસી બુક બનાવાતી હતી, 5 શખસોની અટકાય કરી પૂછતાછ સુરતઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ચિજવસ્તુઓ પકડાયા બાદ હવે સુરતમાંથી નકલી RC બુકનું કૌભાંડ પકડાયું છે. શહેરમાં RTO એજન્ટની મિલીભગતથી નકલી RC બુક બનાવાતી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે ડભોલીની […]

સુરતમાં જાહેર રોડ પરના ખાડાં પુરવાને બદલે માત્ર તિરંગા યાત્રા રૂટ્સના રોડ પર થીગડા મરાયા

સુરતઃ શહેરમાં વરસાદને કારણે મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. અને કેટલાક સ્થળોએ ખાડાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. વાહનચાલકો રોડ પર પડેલા ખાડાંઓમાં થીગડા મારવાની માગ કરી રહ્યા છે. ત્યારે બિસ્માર થયેલા રોડને મરામત કરવાને બદલે માત્ર હર ઘર તિરંગા યાત્રા જે રોડ પરથી પસાર થવાની છે. તે રોડ […]

બાંગ્લાદેશની અરાજકતાભરી સ્થિતિ સુરતને નડી, ફેબ્રિક્સની કરોડો રૂપિયાની નિકાસ અટકી પડી

સુરતઃ  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને આગજની અને લૂંટફાટ સહિતની અરાજકતાભરી સ્થિતિને લીધે ત્યાંના વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. તેની અસર સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ પર છે.  ગયા વર્ષે સુરતના કાપડના વેપારીઓએ બાંગ્લાદેશમાં 1200 કરોડ રૂપિયાનું મેનમેડ ફેબ્રિક એક્સપોર્ટ કર્યુ હતું. જ્યારે હાલમાં  રાજકીય સંકટ સર્જાતાં સુરતનો લગભગ 500 કરોડનો કાપડનો બિઝનેસ પ્રભાવિત થયો છે. વેપારીઓને પોતાનું […]

સુરતમાં રિક્ષા ભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા વિરોધ, અંતે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાચાલકોએ પોતાની રીતે જ રિક્ષાભાડાંમાં રૂપિયા 5નો વધારો કરી દેતા પ્રવાસીઓ અને રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બીજીબાજુ રિક્ષાચાલકો હડતાળ પર ઉતરી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતના ઔદ્યોગિક વિસ્તાર તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં આજે ગુરૂવારે રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સમયાંતરે સીએનજીના ભાવમાં બે વખત વધારો […]

સુરતના પાંડેસરામાં લાલ, દૂર્ગંધ મારતા પાણીનું વિતરણ, રજુઆત છતાં મ્યુનિ.તંત્ર નિષ્ક્રિય

સુરતઃ શહેરના પાંડસરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી લાલ અને દૂર્ગંધ મારતું ગંદુ પાણી નળ દ્વારા મળતું હોવાની સ્થાનિક લોકોમાં ફરિયાદો ઊઠી છે. આ અંગે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોને રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી લાલ કલરનું દુર્ગંધ મારતું […]

સુરતઃ રખડતા કૂતરાએ સૂતેલા માસૂમ બાળક પર કર્યો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક રખડતા કૂતરાએ સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સમયે એક મહિલા તેના બાળકને સોફા પર સૂવડાવી ઘરનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક રખડતો કૂતરો ઘરમાં ઘૂસી જાય છે […]

સુરતઃ ગેરકાયદે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ

અમદાવાદઃ સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે ૧૫ જેટલા નમૂના લઇ, બાકીનો રૂ. ૧૧.૬૦ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું […]

સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાનમાં ખામી સર્જાતા સારોલી-કડોદરા મેઈન રોડ સલામતી માટે બંધ કરાયો

સુરતઃ શહેરના સારોલીમાં મેટ્રો પ્રોજેક્ટ હેઠળ સ્પાનમાં સર્જાયેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સારોલી કડોદરા મેન રોડ સલામતી માટે બંધ કરાયો છે. જેના લીધે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે. દરમિયાન પર્વત પાટિયાના તમામ પોઇન્ટ સુધી જનાર સાતથી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં […]

સુરતમાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોકટર પકડાયાં, વોર્ડબોય અને કમ્પાઉન્ડરોએ દવાખાનાં ખોલ્યા હતા

સુરતઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ડિગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની માહિતી મળતા શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી) દ્વારા રેડ પાડીને 16 જેટલા ફેક તબીબોને પકડી પાડ્યા હતા. શહેરના સ્લમ વિસ્તારોમાં વોર્ડબોય અને કમ્પાઉન્ડરોએ ક્લિનિક શરૂ કરીને દર્દીઓનું નિદાન કરીને દવાઓ આપતા હતા. પકડાયેલા 16 તબીબો માત્ર ધોરણ 10 અને 12 સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code