1. Home
  2. Tag "surat"

સુરતમાં 13મી જુલાઈએ તાપી નદી માતાના જન્મદિને 1100 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરાશે

સુરતઃ નદી લોકમાતા ગણાય છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીનો અષાઢ સુદ સાતમ એટલે કે 13મી જુલાઈના રોજ પ્રાગટ્ય દિવસ છે. સુરત શહેરમાં તાપી માતાના જન્મ દિવસની ઊજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જહાંગીરપુરાના પૂજય મોટા સૂર્યોદય ઘાટ પર 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવશે. તાપી માતાના જન્મ દિવસની ઊજવણી પહેલાં રવિવારે […]

સુરતમાં કેનાલ રોડ પર મોટો ભૂવો પડ્યો, લોકોએ ભાજપનો ઝંડો લગાવી દીધો

સુરત: શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે. જેમાં શહેરના કેનાલ રોડ પર આખેઆખી કાર સમાય જાય એટલો મોટો ભૂવો પડતા આજુબાજુના સ્થાનિક લોકોએ મ્યુનિ.ના તંત્રની ટીકા કરી હતી. અને કેટલાક લોકોએ ભૂવા પર ભાજપના કમળના સિમ્બોલવાળો ધ્વજ લગાવી દીધો હતો. આમ લોકોએ મુક બનીને ભાજપના સત્તાધિશો સામે વિરોધ કર્યો હતો. સુરત […]

સુરતમાં વરસાદી માહોલ વચ્ચે પાંચ માળની ઈમારત ધરાશાયી, સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે. દરમિયાન અનેક સ્થળો ઉપર મકાનો અને દીવાલો ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં સચિન નજીક પાંચ માળની ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. મોડે સુધી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં હીરામણ […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, તાપી અને ડાંગમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન આજે સવારે 6થી બપોરના બે કલાક સુધીના સમયગાળામાં તાપીના દોલવાનમાં સાડા ચાર ઈંચ વરસાદ વસ્યો હતો. આ ઉપરાંત ડાંગના વઘઈમાં અઢી, સુબીરમાં બે ઈંચ, આહવામાં બે ઈંચ, વલસાડના ઘરમપુરમાં બે ઈંચ તથા વાસંદામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં […]

સુરતમાં સૌરભ પોલીસ ચોકીમાં 5 હજારની લાંચ લેતા મહિલા પીએસઆઈ રંગેહાથ પકડાયા

સુરતઃ ગુજરાતના પોલીસ વિભાગમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. જેમાં સુરતના સૌરભ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈને રૂપિયા 5000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ પકડી પાડ્યા હતા. અડાજણની સૌરભ પોલીસ ચોકીમાં જ બિન્દાસ્તથી લાંચ લેતા મહિલા પીએસઆઈ પકડાતા સુરતના પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરત […]

સુરતમાં તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થતાં વાહન-વ્યવહાર માટે બંધ કરાયો

સુરતઃ શહેરમાં રવિવારે 6 ઈંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો જળબંબોળ બન્યા હતા. તાપી નદીમાં જળસ્તરમાં વધારો થતા રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો થયો છે. કોઝવે ઓવર ફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વિયર ઉપરવાસમાં સારો વરસાદ થતાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. […]

સુરતમાં ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણને છોડી 6000 બાળકોએ મ્યુનિ. શાળામાં પ્રવેશ મેળવ્યો

સુરતઃ ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ઊંચી ફી વધતી જતી મોંઘવારીમાં હવે મધ્યમ વર્ગના વાલીઓને પોસાતી નથી. બીજીબાજુ સરકારી અને મ્યુનિ. શાળાઓમાં પણ સારૂ શિક્ષણ અપાતું હોવાથી વાલીઓ વાકેફ થઈ રહ્યા છે. તેના લીધે હવે મધ્યમ વર્ગના વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળાઓનું મોંઘું શિક્ષણ છોડીને સરકારી કે મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. સુરત શહેરમાં 6000થી વધુ […]

સુરતમાં પકડાયુ રેલવેની ટિકિટ કન્ફર્મ કરવાનું કૌભાંડ, મુંબઈ વિજિલન્સએ પાડ્યા દરોડા

સુરતઃ શહેરમાં એત ટ્રાવેલ્સ એજન્સી દ્વારા રેલવેની ટિકિટ સોફ્ટવેરની મદદથી કન્ફર્મ કરાવવાનું કૌભાંડ રેલવેના વિજિલન્સએ પકડી પાડ્યુ છે. શહેરના એક ટ્રાવેલ્સ એજન્ટને ત્યાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જ્યાં સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડેલા દરોડા વેળા […]

સુરતમાં પતરાના શેડમાં ચાલતા એકમોને 15 દિવસમાં ફાયર NOC લેવાની શરતે સીલ ખોલાયા

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સુરત મ્યુનિ. કોર્પોરેશને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો અને એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં પતરાના શેડમાં ચાલતા એકમોને પણ સીલ મારી દેવાતા વેપારીઓએ મ્યુનિ. કમિશનરને રજુઆત કરીને મુદત આપવાની માગણી કરી હતી. દરમિયાન એસએમસીના અધિકારીઓની બેઠકમાં 15 દિવસમાં ફાયર એનઓસી અને  બે […]

સુરતના અડાજણમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી જતાં ડમ્પરનું ટાયર ત્રણ ફુટ જમીનમાં ઘૂંસી ગયું

સુરતઃ શહેરમાં પ્રથમ વરસાદે મ્યુનિના પ્રિ-મોન્સુનની કામગીરીના ધજીયા ઊડા ગયા છે. ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં એક રેતી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ બેસી જતા ડમ્પરનું વ્હીલ જમીનમાં ત્રણ ફુટ ઘંસી ગયું હતું. કારણે ડમ્પર નમી ગયુ હતુ. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જોકે, હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code