1. Home
  2. Tag "survey"

કચ્છના ધોળાવીરાને રેલવેથી જોડવા માટે કેન્દ્રની સુચના બાદ હવે સર્વે કરાશે

ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં 5000 વર્ષ જૂની બેનમૂન હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા પડયાં છે તે ધોળાવીરાને’ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ રોડ ઉપરાંત વિમાની અને રેલ’ સહિતની સેવાઓથી ધોળાવીરાને જોડવામાં આવશે.  રેલવે મંત્રાલય દ્વારા વિશ્વ ધરોહર ધોળાવીરાને  રેલવે સુવિધા સાથે કઈ રીતે જોડી શકાય તે […]

સુરેન્દ્રનગર: હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી

હેલિકોપ્ટર દ્વારા કરાઇ આધુનિક સર્વે માપણી શહેરીજનોમાં આકર્ષણના કેન્દ્ર સાથે અનેક તર્ક હેલિકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી થઈ વિરમગામ: સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં ટિવન સીટીની ઈમારતોની હેલીકોપ્ટર દ્વારા સર્વે અને માપણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર ઈન્ચાર્જ કલેક્ટર કે.એસ સંપતે જણાવ્યુ હતું કે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરનો હેલીકોપ્ટરના સર્વે બાદ નોર્મલ સર્વે […]

ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ રીતે બહાર,સર્વેમાં થયો ખુલાસો

કોરોના મહામારીની આર્થિક અસરોથી ભારત બહાર દેશના અર્થતંત્રને લઈને આવ્યા સારા સમાચાર સર્વેમાં થયો મોટો ખુલાસો દિલ્હી: દેશમાં કોરોનાવાયરસ મહામારીના કારણે કેટલીક આર્થિક મુશ્કેલીનો સર્જાઈ હતી પણ તે તમામ મુશ્કેલીઓમાંથી દેશ સંપૂર્ણપણે બહાર આવી ગયો છે. એક સર્વેમાં આ પ્રકારની માહિતી બહાર આવી છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે […]

વર્ક ફ્રોમ હોમને લઈને સર્વે, 82 ટકા કર્મચારીઓને હવે ઓફિસથી કામ નથી કરવું

કર્મચારીઓને હવે નથી જવું ઓફિસ ઘરેથી જ કરવું છે કામ સર્વેમાં થયો ખૂલાસો અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે મોટાભાગના દેશોમાં મોટાભાગના કામ ઓનલાઈન શરૂ થઈ ગયા હતા. હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા તેના કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવી રહ્યું છે ત્યારે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરનારા લોકોને લઈને થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે CM ચન્નીના જ નૈતૃત્વમાં જ મેદાનમાં ઉતરવું જોઈએ, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ પંજાબમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના નૈતૃત્વમાં ચૂંટણી લડશે. બીજી તરફ અત્યારે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે. દરમિયાન એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 42 ટકા જનતાએ કોંગ્રેસે ચન્નીના જ નૈતૃત્વમાં ચૂંટણી લડવી જેવો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે 23 ટકા લોકોએ નવજોતસિંહ સિદ્ધુ ઉપર પસંદગી […]

UPમાં યોગી, પંજાબમાં ચન્ની અને ઉત્તરાખંડમાં હરીશ રાવત CM તરીકે પ્રજાની પ્રથમ પસંદગીઃ સર્વે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તમામની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર છે. સંસદમાં પહોંચવાનો માર્ગે ઉત્તરપ્રદેશથી જતો હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે જેથી ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધારે મહત્વ છે. દરમિયાન એબીપી-સી વોટર દ્વારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં નવેમ્બર મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં આ રાજ્યોમાં […]

દિલ્હીમાં હવાના પ્રદુષણથી 5માંથી 4 પરિવારને અસરઃ સર્વેમાં થયો ખુલાસો

દિલ્હીઃ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વધતા પ્રદુષણ વચ્ચે સોશિયલ મીડિયા મંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, આ વિસ્તારમાં દર પાંચ પરિવારમાંથી ચાર પરિવાર પ્રદુષિત હવાને પગલે એક અથવા વધારે બીમારીનો સામનો કરી રહ્યો છે. લોકલ સર્કિલ્સ દ્વારા કરાવાયેલા સર્વેમાં એવુ પણ સામે આવ્યું છે કે, 91 ટકા દિલ્હીના રહેવાસીઓના મતે તંત્રએ […]

કર્ણાટકમાં ધર્મપરિવર્તન અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ વિવિધ ચર્ચનો કરાશે સર્વે

ધર્મ પરિવર્તનની ઘટના મુદ્દે સરકાર એલર્ટ 1790થી વધારે ચર્ચની તપાસ કરાશે દિલ્હીઃ કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવા આદેશ કર્યો હતો. ગેરકાયદે ધર્મ પરિવર્તનની પ્રવૃતિઓને અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બને છે. […]

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. […]

અમદાવાદના નવ તાલુકામાં ભારે વરસાદથી કૃષિપાકને થયેલા નુકશાન અગે સર્વે કરાયો

અમદાવાદઃ  જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને નુકસાન થયું છે. કે નહીં ? તે જાણવા માટે જિલ્લાના નવ તાલુકામાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં સર્વે રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે. જોકે પ્રાથમિક રિપોર્ટમાં સતત વરસાદને લીધે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code