એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશ માટે શુભ સંકેતઃ રાષ્ટ્રપતિ
સુરતઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT)નાં 20માં પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતું પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે. દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને […]