ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ
પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]