1. Home
  2. Tag "Tajikistan"

પાકિસ્તાને SCO મીટિંગ માટે PM મોદીને આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ  પાકિસ્તાનમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે PM નરેન્દ્ર મોદીને ઑક્ટોબરમાં પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે,  ભારતની સાથે ચીન અને પાકિસ્તાન પણ શાંઘાઈ કૉ-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સંપૂર્ણ સભ્ય છે. SCOના અન્ય સભ્ય દેશોમાં રશિયા, […]

તાજિકિસ્તાનમાં હિજાબ પહેરવા પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, કાયદો તોડવા પર દંડ થશે

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનમાં હિજાબ પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 96 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની સંસદમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સુધારા અનુસાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે. સંસદના ઉપલા ગૃહ ‘મજલિસી મિલી’માં આ બિલને ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. આ ખરડો બે સૌથી મહત્વપૂર્ણ ઇસ્લામિક રજાઓ ઇદ […]

રશિયામાં થયેલા આતંકી હુમલા મામલે તાજિકિસ્તાને 9 શંકાસ્પદ લોકોની અટકાયત કરી

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનની રાજ્ય સુરક્ષા સેવાએ બંદૂકધારીઓ દ્વારા મોસ્કો કોન્સર્ટ હોલ પર ગયા અઠવાડિયે થયેલા હુમલાના ગુનેગારો સાથે સંપર્ક હોવાને લઈ શંકાસ્પદ 9 વ્યક્તિઓની અટકાયત કરી છે. 22 માર્ચે ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલા સાથેના કથિત જોડાણ માટે અટકાયત કરાયેલા, વખ્દાત જિલ્લાના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ શકમંદોને અટકાયતમાં લેવાના ઓપરેશનમાં રશિયન સુરક્ષા […]

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા  4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:અનેક દેશ અને રાજ્યમાં ભૂકંપ આવવાની અનેક વખત ઘટના બનતી હોય છે.ત્યારે આજે તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા,જેની તીવ્રતા 4.2 નોંધવામાં આવી હતી. ભૂકંપ લગભગ રાત્રે  2:56 વાગ્યે આવ્યો હતો. મળતી માહિતી મુજબ,તાજિકિસ્તાનમાં લગભગ રાત્રે  2:56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર […]

તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.1ની તીવ્રતા નોંધાઈ

દિલ્હી: તાજિકિસ્તાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો છે કે તાજિકિસ્તાનમાં આજે સાંજે 4.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે,દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની […]

અફઘાનિસ્તાનમાં 18 મિનિટની અંદર બે ભૂકંપના આંચકા અનુભવાયા;તાજિકિસ્તાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ

દિલ્હી:અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.18 મિનિટની અંદર બે વાર ધરતી ધ્રુજી હતી.પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6:07 અને 6:25 કલાકે ભૂકંપ આવ્યો હતો.પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે […]

શું અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાશે? રશિયાએ તાજિકિસ્તાનમાં 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા

અફઘાનિસ્તાનમાં યુદ્વ છેડાઇ શકે રશિયાએ તાજિકિસ્તાનમાં શસ્ત્ર સરંજામ મોકલ્યા રશિયાએ 30 નવા ટેન્ક અને હથિયારો મોકલ્યા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને 28 દિવસ પહેલા કબ્જો કર્યો હતો. ત્યારથી અહીંયા અનેક પ્રકારની હલચલ સતત જોવા મળી રહી છે. અગાઉ બે વારના અસફળ પ્રયાસ બાદ તાલિબાને ત્રીજીવારમાં સરકારની રચના કરી દીધી છે. પંજશીરમાં અહમદ મસૂદના […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે

અજીત ડોભાલ એસસીઓની બેઠકમાં હાજરી આપશે આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે દિલ્હીઃ- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનની મુલાકાતે દુશાંબેમાં યોજાનારી  શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રવાના થશે.આ  બેઠક 23 અને 24 જૂને યોજાનાર છે. આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે. જો કે, હજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code