1. Home
  2. Tag "tamil nadu"

તમિલનાડુમાં રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરાતા રાજકારણ ગરમાયું

બેંગ્લોરઃ તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તલાશી લીધી હતી. રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ જઈ રહ્યા હતા, જ્યા તે સાર્વજનિક રેલીઓ સહિત અનેક ચૂંટણી અભિયાનમાં ભાગ લેવાના હતા. • વાનયાડમાં રાહુલએ કર્યો રોડ શો તમિલનાડુના સીમાવર્તી […]

તમિલનાડુમાં ડ્રગ્સ કેસમાં ઈડીએ અનેક સ્થળો ઉપર પાડ્યાં દરોડા

ચેન્નાઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના ભૂતપૂર્વ કાર્યકર્તા જાફર સાદિક અને અન્યો વિરુદ્ધ ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે તમિલનાડુના ઘણા શહેરોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ડિરેક્ટોરેટના અધિકારીઓ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સાથે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ રાજ્યની રાજધાની ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં […]

તમિલનાડુઃ ડ્રગ્સ રેકેટમાં ફિલ્મ નિર્માતા અને રાજકીય આગેવાનની ધરપકડ

બેંગ્લુરુઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ગયા મહિને રૂ. 2,000 કરોડના ડ્રગ સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યા પછી, એજન્સીને હવે બીજી મોટી સફળતા મળી છે. આ કેસમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ભૂતપૂર્વ અધિકારી અને તમિલ ફિલ્મ નિર્માતા જાફર સાદિકની ધરપકડ કરી છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, “તે ભારત-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કનો […]

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોત

મુંબઈઃ તાજેતરમાં જ ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થવાની અનેક લોકોના મોતની ઘટના ભુલાઈ નથી, ત્યાં હવે તમિલનાડુમાં આવેલી ફટાકડાની વધુ એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ફેકટરીમાં થયેલા આ બ્લાસ્ટની ઘટનામાં આઠ વ્યક્તિના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ફેકટરીમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શક્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના વિરુધુનગરમાં આવેલી […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

આપણું રાષ્ટ્ર અને તેની સભ્યતા હંમેશાં જ્ઞાનની આસપાસ કેન્દ્રિત રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં  38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીદાસન  યુનિવર્સિટીનો 38મો પદવીદાન સમારંભ અતિ વિશેષ છે, કારણ કે નવા વર્ષ 2024માં આ તેમનો પ્રથમ જાહેર સંવાદ છે. તેમણે તમિલનાડુનાં સુંદર રાજ્યમાં અને યુવાનો વચ્ચે […]

પીએમ મોદી તમિલનાડુ અને લક્ષદ્વીપની લેશે મુલાકાત,અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2024ના રોજ તમિલનાડુ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે. 2જી જાન્યુઆરી, 2024ના રોજ, સવારે લગભગ 10:30 વાગ્યે, વડાપ્રધાન તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચશે. તેઓ ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ હશે. બપોરે લગભગ 12 વાગ્યે, તિરુચિરાપલ્લીમાં એક જાહેર કાર્યક્રમમાં, વડાપ્રધાન ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ, શિપિંગ અને ઉચ્ચ ક્ષેત્રો […]

તમિલનાડુઃ અભિનેતા અને DMDKના સંસ્થાપક કેપ્ટન વિજ્યકાંતનું નિધન

બેંગ્લોરઃ તમિલનાડુના દેસિયા મુરપોક્કુ દ્રવિડ કડગમ (ડીએમડીકે) નેતા વિજયકાંતનું ગુરુવારે ચેન્નઈમાં નિધન થયું હતું. જેઓ કોરોની ઝપટમાં આવ્યા હતા. અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીએમડીકેએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવામાં તકલિફને કારણે વિજ્યકાંતને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી. સુત્રોના જણાવ્યા […]

તમિલનાડુમાં પૂરના કારણે સ્થિતિ વણસી,આજે પણ થઈ શકે છે ‘આપત્તિ વરસાદ’,હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

ચેન્નાઈ:તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓ આ દિવસોમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં આ જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં રવિવારે ઘણી જગ્યાએ 525 મીમી વરસાદ થયો હતો. જેના કારણે થૂથુકુડીમાં પૂરના કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હવામાન […]

સીએમ સ્ટાલિનની જાહેરાત:તમિલનાડુમાં ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને 6,000 રૂપિયા આપવામાં આવશે

ચેન્નાઈ:તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યમાં ‘મિચોંગ ‘ તોફાનથી પ્રભાવિત લોકોને 6,000 રૂપિયાની રોકડ સહાયની જાહેરાત કરી હતી. તેમણે શનિવારે પાક નુકસાન માટે વળતર સહિત વિવિધ શ્રેણીઓમાં રાહત રકમ વધારવાની પણ જાહેરાત કરી હતી.સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ચક્રવાતને કારણે જેમની આવકને અસર થઈ છે તેમને આ સહાય આપવામાં આવશે. સરકાર આ સહાય રાશનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code