1. Home
  2. Tag "tanker overturned"

ચોટિલા નજીક ટેન્કરે પલટી ખાતાં હાઈવે પર કેમિકલ ઢોળાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા ચોટિલા નજીક જલારામ મંદિર પાસે  કેમિકલ ભરેલું ટેન્કરે પલટી મારતા કેમિકલની રોડ પર રેલમછેલ જોવા મળી હતી. ટેન્કરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી રોડ પર ઢોળાયેલા કેમિકલ પર પાણીનો મારો ચલાવી સાફ કર્યો હતો. આ બનાવની વિગતો […]

થરાદ-સાંચોર હાઈવે પર નીલ ગાયને બચાવવા જતાં ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, ટેન્કર ભસ્મીભૂત

પાલનપુરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે થરાદ-સાંચોર હાઇવે પર મિયાલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. ત્યારે રોડ પર નીલગાય દોડી આવતા તેને બચાવવા જતાં ટેન્કરનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર ટેન્કર પલટી ખાતાં ટેન્કરમાં કેમિકલને લીધે આગ લાગી હતી. અને જોતજાતોમાં ટેન્કર બળીને ભસ્મ થઈ ગયું હતું. આ […]

કચ્છના ભચાઉ પાસે હાઈવે પર ટેન્કરે પલટી ખાતાં કેમિકલ ઢોળાયું, લોકો તેલ સમજી વાસણો લઈને દોડ્યાં

ભૂજઃ કચ્છના ભચાઉ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બપોરના સમયે કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રોડ પર પલટી ગયું હતું. જેના કારણે રોડ પર તેલ જેવા કેમિકલની રેલમછેલ થઈ હતી. જે તેલની રેલમછેલ થઈ તે સાબુ બનાવવાના  ઉપયોગમાં લેવાતું હોવાનું અને અતિદુર્ગંધયુક્ત હતું.જો કે ટેન્કર હાઈવે પર પલટી ગયું હતું […]

ઊંઝા-મહેસાણા હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થયો

મહેસાણાઃ પાલનપુર- મહેસાણા હાઇવે પર મક્તુપુરાના પાટિયા પાસે રાત્રે એક ગેસ ભરેલું ટેન્કર પલટી મારતાં ગેસ લીકેજ થયો હતો.. રાત્રી દરમિયાન હાઇવે પર એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું.  જેના કારણે ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થતા અફરા તફરી મચી હતી. આ બનાવની જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code