1. Home
  2. Tag "tapi"

તાપી જિલ્લાના સોનગઢ તાલુકા પંચાયતના કોંગ્રેસી મહિલા સભ્ય પર જીવલેણ હુમલો

આરોપીઓએ મહિલા સભ્યના વાળ કાપીને લોકડી-હોકી સ્ટીકથી કર્યો હુમલો, કોંગ્રેસની મહિલા સભ્ય પર અનૈતિક સંબધનો આરોપ મુક્યો, મહિલા સભ્યને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સુરતઃ તાપી જિલ્લાના સોનગઢમાં  તાલુકા પંચાયતની મહિલા સભ્યને રાણીઆંબા રેલવે ફાટક પાસે બેરહેમીથી માર માર્યાનો બનાવ બન્યો હતો. સ્કૂટર પર જતી મહિલા ​​​​​સભ્યના વાળ કાપી, લાકડી અને હોકી સ્ટિકથી માર માર્યો હતો. […]

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, તાપી અને ડાંગમાં ધોધમાર વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન આજે સવારે 6થી બપોરના બે કલાક સુધીના સમયગાળામાં તાપીના દોલવાનમાં સાડા ચાર ઈંચ વરસાદ વસ્યો હતો. આ ઉપરાંત ડાંગના વઘઈમાં અઢી, સુબીરમાં બે ઈંચ, આહવામાં બે ઈંચ, વલસાડના ઘરમપુરમાં બે ઈંચ તથા વાસંદામાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં […]

તાપીમાં સફેદ કલરનું બુલબુલ જોવા મળ્યું, પક્ષી પ્રેમીઓમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ તાપી જિલ્લામાં નવા પક્ષીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારનું વાતાવરણ અન્ય વિસ્તારોમાંથી આવતા જીવોને અનુકુળ હોય તેવું પ્રતીત થાય છે. તાપી જિલ્લામાં સફેદ કલરનું બુલબુલ જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં તેમજ જીવદયા પ્રેમીઓમાં ઉત્સુકતા જાગી છે.  વ્યારા માં રહેતા પક્ષીપ્રેમી કશ્યપ જરીવાલા અને ડૉ.નેહા જરીવાલા વ્યારાને પક્ષીઓની ફોટોગ્રાફી દરમિયાન […]

તાપીમાં 18 વર્ષથી બંધ પડેલી સુગર ફેક્ટરી ફરી કાર્યરત કરાઈ : ખેડૂતોને મળશે ફાયદો

અમદાવાદઃ તાપી જિલ્લાના ખુશાલપુરા ખાતે છેલ્લા 18 વર્ષથી બંધ હાલતમાં પડેલી સુરગ ફેક્ટરીને ફરીથી શરુ કરવામાં આવી છે. આ ફેક્ટરી પુનઃ કાર્યરત થતા ખેડૂતોને મોટો ફાયદો થશે. તાપીના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના […]

વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી

અમદાવાદઃ સંયુક્ત રાષ્ટ્રએ 1980થી 27 સપ્ટેમ્બરને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. દેશ અને દુનિયામાં અનેક સ્થળો છે, જયા જવાની હરવા-ફરવાની લોકોની આશા હોય છે. પરંતુ આપણા પોતાના વિસ્તારને પહેલા ભરપુર માણવો જોઇએ. પ્રકૃતિના ખોડે બીરાજમાન એવા દક્ષિણ ગુજરાતમાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી […]

દ.ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં 4.3 ઈંચ વરસાદ

રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો સિઝનનો અત્યાર સુધીમાં 13.45 ટકા જેટલો વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. તાપીના વાલોડમાં 4.5 ઈંચ અને બારડોલીમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગણ […]

તાપીમાં બ્રીજ ઘરાશાયી થવાની ઘટનામાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી. આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના […]

તાપીમાં મીંઢોળા નદી ઉપરનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો, ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા

વર્ષ 2021થી પુલના નિર્માણની કામગીરી શરુ કરાઈ હતી પુલના નિર્માણ બાદ લોકાર્પણની રાહ જોવાતી હતી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપીમાં મીંઢોળા નદી પરનો નવનિર્મિત પુલ અચાનક ધરાશાયી થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના […]

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના […]

તાપીઃ પદમડુંગરી બની ગુજરાતની એકમાત્ર પ્લાસ્ટિકમુક્ત ઈકો-ટૂરિઝમ કેમ્પસાઈટ

અમદાવાદઃ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં વ્યારા વન વિભાગ હસ્તકની ઉનાઈ રેન્જમાં આવેલા પદમડુંગરી ઈકો-ટૂરિઝમ કેમ્પ સાઈટને ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી ઝોન’ બનાવવા માટે એક નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પદમડુંગરી કેમ્પસાઈટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધને ખૂબ ગંભીરતાથી ધ્યાને લઇ તેમના પરિસરમાં પ્લાસ્ટિક સહિત પર્યાવરણને નુકશાન પહોંચાડે તેવી કોઈપણ ચીજવસ્તુઓ અંદર પ્રવેશે નહીં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code