1. Home
  2. Tag "TEACHERS"

ગુજરાતમાં છેલ્લા 12 દિવસથી પોલિટેકનિક કોલેજોના અધ્યાપકોની ચાલતી લડત, છતાં કોઈ ઉકેલ નહીં

અમદાવાદઃ  ગુજરાતમાં સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત કરી રહ્યા છે. અને ગાંધીનગરમાં તો જાણે આંદોલનની મોસમ ખીલી ઊઠી હોય તેમ વિવિધ કર્મચારી સંગઠનો,પૂર્વ સૈનિકો,  ખેડુતો વગેરે સમયાંતરે ઘરણા, પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા. જોકે સરકારે કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મંત્રીઓની કમિટી બનાવી છે. અને કર્મચારીઓના ગણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ […]

ઈજનેરી અને પોલિટેક્નિકના અધ્યાપકોએ પ્રશ્નોના ઉકેલ માટે કાળા કપડાં પહેરી એન્જિનિયર્સ ડે ઉજવ્યો

અમદાવાદઃ રાજ્યમાં આજકાલ આંદોલનની મોસમ ચાલી રહી છે. કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જુદી જુદી રીતે વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજ અને 31 પોલિટેકનિકના આશરે ચાર હજારથી વધુ અધ્યાપકો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી રીતે ઉજવણી કરી અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. હવે […]

માતૃભાષામાં શિક્ષણથી વિદ્યાર્થીઓની પ્રતિભાનો વિકાસ કરી શકાશેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂજી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે નવી દિલ્હીમાં ​​વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં શિક્ષક દિન નિમિત્તે દેશના 45 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ તેમના શિક્ષકોને યાદ કર્યા અને કહ્યું કે શિક્ષકોએ તેમને માત્ર શીખવ્યું જ નહીં પરંતુ તેમને પ્રેમ અને પ્રેરણા પણ આપી છે. તે તેના પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનના બળ […]

જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકો 3જી સપ્ટેમ્બરથી આંદોલન કરશે

ગાંધીનગરઃ રાજ્યના કર્મચારીઓ જુની પેન્શન યોજના શરૂ કરવા તેમજ વિવિધ વણઉકલ્યા પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં અનેકવાર રજુઆતો કરી ચૂક્યા છે. છતાં પ્રશ્નો નહીં ઉકેલાતા કર્મચારીઓએ તબક્કાવાર આંદોલન કરવાનો નિર્ણય લીધો છે, જેમાં સૌ પ્રથમ રાજ્યભરના શિક્ષકો આંદોલનનું રણશિંગુ ફુકવાનું નક્કી કર્યું છે. અને આગામી 3જી સપ્ટેમ્બરથી આંદોલનના શ્રીગણેશ કરશે, સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષકોએ પડતર […]

ગ્રાન્ટેડ કોલેજોના 2006 પહેલા નિમણૂંક થયેલા અધ્યાપકોને પણ સળંગ નોકરીનો લાભ આપવા માગ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની સેવા સળંગ કરવાનો નિર્ણય કર્મચારીઓએ આવકર્યો છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે. અધ્યાપકો બાકાત રહેતા નારાજગી જોવા મળી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ […]

ગુજરાતમાં ગ્રાટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી હપતા હજુ ચુકવાયા નથી

અમદાવાદઃ રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારને રજુઆતો કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારની નીતિરીતિથી પરેશાન છે. ઘણા સંચાલકોએ તો શાળાઓ બંધ કરવા પણ સરકારમાં અરજી કરી દીધી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચના બાકી હપતા ચુકવાયા નથી. આથી શિક્ષક સંઘ મહામંડળે સરકારમાં રજુઆત […]

રાજ્યમાં માત્ર પાટણ જિલ્લામાં જ શિક્ષકોના બદલી કેમ્પ માટે અધિકારીઓને ફુરસદ મળતી નથી

પાટણઃ રાજ્યમાં શિક્ષણ વિભાગના આદેશ બાદ પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટેના બદલીના કેમ્પ યોજવામાં આવ્યા હતા. પરંતુ પાટણ જિલ્લામાં શિક્ષકોની વધઘટ માટેનો બદલી કેમ્પ ન યોજાતા શિક્ષકોમાં કચવાટ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા એક એપ્રિલ 2022ના રોજ બદલીના નિયમો અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના વધઘટ અને અન્ય બીજા કેમ્પ નવી ભરતી […]

રાજ્યના ખાનગી શાળાઓના શિક્ષકોનો પગાર સમાન રાખવા સંઘની સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં તગડી ફી ઉઘરાવતા ખાનગી શાળાઓના સંચાલકો શિક્ષકોને પુરતો પગાર પણ આપતા નથી. અને ખાનગી શાળાઓના શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. આથી ખાનગી શિક્ષક સંઘે હવે ખાનગી શાળાઓના શિક્ષકોના પ્રશ્ને સરકારના દ્વાર ખટખટાવ્યા છે. અને એવી રજુઆતો કરી છે કે, કોરોના કાળમાં ખાનગી શાળાઓએ શિક્ષકોના કાપી નાંખેલો પગાર પરત આપવો. રાજ્ય સરકારે ખાનગી શાળાઓમાં […]

રાજ્યમાં શિક્ષકોની અનિયમિતતા, બે હજાર શિક્ષકોએ 90 દિવસમાં માત્ર દોઢ મહિનો જ હાજરી આપી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની શાળાઓમાં હાજરી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેમાં ત્રણ મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી અને અનિયમિતતા જોવા મળી હતી. આથી શાળાઓમાં સતત અનિયમિત કે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગતો મંગાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં […]

પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ હવે આઠ કલાક હાજરી આપવી પડશે, સરકાર નિયમો બનાવશે

અમદાવાદઃ રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શાળાઓમાં સતત આઠ કલાકની હાજરી સાથે શિક્ષણ કાર્ય કરવાનું સરકાર ઘણા સમયથી વિચારી રહી છે. હવે તે અંગેના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જોકે શાળાઓમાં પ્રાથમિક શિક્ષકોનો સમય આઠ કલાક કરવામાં આવશે તો તેનો વિરોધ થવાની પણ શક્યતા છે. સરકારના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તો એવો દાવો કરી રહ્યા છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code