1. Home
  2. Tag "TEACHERS"

શિક્ષણ સહાયકો તરીકે પસંદ થયા બાદ શિક્ષકો હાજર ન થતા તેમના પગારમાંથી બે લાખ કાપવાનો નિર્ણય

અમદાવાદઃ માધ્યમિક શિક્ષકોની  ભરતી સમિતિ દ્વારા શિક્ષકોને સ્કૂલો ફાળવવામાં આવ્યા પછી તેઓ હાજર ન થયા હોવાથી તેમના પગારમાંથી મહિને 5 હજાર પ્રમાણે 40 મહિના સુધીમાં બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણાં શિક્ષકોએ તાજેતરમાં ભરતીમાં પસંદગીની સ્કૂલ ના મળવવાના કારણે હાજર થયા નહોતા એટલે તેમના પગારમાંથી બે લાખ રૂપિયા કાપવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો

અમદાવાદઃ રાજ્યના માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.જેનું કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન કરવામાં આવી રહ્યું છે.આ આંદોલનમાં અત્યાર સુધી 20 હજારથી […]

અમદાવાદ જિલ્લા પંચાયતના અધિકારીએ શિક્ષકોના રોકડ રજાના 10 કરોડ ચાઉં કર્યાની ફરિયાદ

અમદાવાદઃ જિલ્લાની પ્રાઈમરી એજ્યુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને શિક્ષકોના રોકડ રજાના  પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની 5000 જેટલી અરજીઓ ભરીને રાજ્ય સરકારની તિજોરીમાંથી 10 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું હતું. ઘટનાની તપાસ […]

નગરપાલિકા અને મ્યનિ.કોર્પોરેશનની શાળાઓના પ્રા. શિક્ષકોને રૂ.4200 પે ગ્રેડ ન મળતા અસંતોષ

ગાંધીનગરઃ પગારમાં વિસંગતતા અને રૂપિયા 4200 પે ગ્રેડના મામલે ફરીવાર પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદલોનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે […]

ટેટ અને ટાટને સળંગ ગણવાના નિર્ણય બાદ 3900 શિક્ષકોની ભરતી પ્રકિયા હાથ ધરાશે

ગાંધીનગર :  રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ટેટ ટાટ પરીક્ષાઓનાં સર્ટીફીકેટની મર્યાદા સળંગ ગણવા શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મોકલી આપી છે. ટૂંક સમયમાં ટેટ ટાટ પરીક્ષાનાં સર્ટિફિકેટ સળંગ ગણવા સંદર્ભે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ  નિર્ણય બાદ આગળની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિર્ણનો ટેટ અને ટાટના ઉમેદવારોને  ખુબ જ મોટો […]

અમદાવાદ મ્યુનિ.શાળાના શિક્ષકોને કોવિડમાં કામ કર્યાનું મહેનતાણું ક્યારે ચુકવાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડને શિક્ષકોને પણ કોરોનાની કામગીરીમાં જોતરવામાં આવ્યા હતા. કોરોના થયો ત્યારથી મેડીકલ – પેરામેડીકલ સ્ટાફ સાથે શિક્ષકો પણ કામે લાગ્યા હતા.મ્યુનિ. સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે શિક્ષકોને હવે કોવિડ […]

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ […]

રાજ્યમાં 7 જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશેઃ બ્રીજ કોર્ષ માટે શિક્ષકોને બાયસેગ દ્વારા ઓનલાઈન તાલીમ અપાશે

અમદાવાદઃ આગામી નવા શૈક્ષણિક સત્ર 2021 -22નો પ્રારંભ 7મી જુનથી થશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પ્રથમ મહિનો જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યન કાર્ય અને બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેશન અંતર્ગત કરવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.આ માટે શિક્ષકોને આગામી તારીખ 7 જૂનથી 9 જૂન દરમિયાન બાયસેગના માધ્યમથી વિશેષ તાલીમ આપવામાં આવશે. જેનું પ્રસારણ ગુજરાતી ચેનલ […]

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની ભરતીઃ 1 જૂને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી અપાશે નિમણૂક પત્રો

અમદાવાદઃ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા જ શિક્ષકોની ભરતી કરવાનું સરકારે નક્કી કર્યુ છે. જે અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2398 શિક્ષકોને નિમણૂક અપાશે. આ માટે 1 જૂનના રોજ શિક્ષકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો અપાશે. કોવિડ-19ના પગલે શિક્ષકોને ડ્રાઈવ થ્રૂ પદ્ધતિથી નિમણૂક હુકમ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. 1 જૂનના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]

અમદાવાદના મ્યુનિ. શાળાઓના શિક્ષકોને રેશનિંગના અનાજ વિતરણની કામગીરી સોંપવા સામે વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યનિ.કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરીનો શાળાના શિક્ષકોએ વિરોધ પણ કર્યો હતો. શિક્ષકોને કોવિડ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની નોંધણી થતા દર્દીઓના સગાઓને માહિતી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવામાં આવી હતી. ત્યારે આગામી સમય માટે વધુ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code